કૈલાસ પર્વત સાથે જોડાયેલા આ રહસ્યોથી આજ સુધી નાસાના વૈજ્ઞાનિકો છે હેરાન

કૈલાશ પર્વત એક એવો એતિહાસિક પર્વત છે જેને ભારતના લોકો ભગવાન શંકરનું નિવાસસ્થાન માને છે. શાસ્ત્રોમાં પણ લખવામાં આવ્યું છે, કે ભગવાન શંકર પોતાના સંપૂર્ણ પરિવાર સાથે કૈલાસ પર્વત ઉપર રહે છે.

પરંતુ નાસા જેવી વૈજ્ઞાનિક સંસ્થાઓ માટે કૈલાસ પર્વત એક રહસ્યમય જગ્યા તરીકે સામે આવી છે. નાસાના વૈજ્ઞાનિકો સહિત રશિયાના ઘણા બધા વૈજ્ઞાનિકોએ એક રિપોર્ટ જારી કર્યો હતો. જેની અંદર કહેવામાં આવ્યું હતું કે કૈલાસ પર્વત ઉપર હકીકતમાં અમુક પ્રકારની અલોકિક શક્તિનું કેન્દ્ર છે.

વૈજ્ઞાનિકોએ પોતાના આ રિપોર્ટની અંદર એમ તો નથી કહ્યું કે તેણે ત્યાં ભગવાન શંકરના દર્શન કર્યા છે. પરંતુ તેના રિપોર્ટમાં તેણે જણાવ્યું છે કે ત્યાં તેને અનેક પ્રકારની પવિત્ર શક્તિઓ જોઈ છે.

આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કૈલાસ પર્વત સાથે જોડાયેલા અમુક એવા રહસ્યો વિશે કે જે વૈજ્ઞાનિકો માટે પણ પરેશાનીની વાત બનીને રહી ગઈ છે. રશિયાના વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે કૈલાસ પર્વત આકાશ અને ધરતી ઉપર ના એવા બિંદુ ઉપર છે.

કે જ્યાં ચારે દીસાઓ એકબીજાને મળે છે અને ત્યાંના લોકોએ દાવો કર્યો છે, કે આ જગ્યાએ હકીકતમાં દિવ્ય અને અલૌકિક શક્તિઓ છે અને પૃથ્વી ઉપર આ સ્થાન સૌથી વધુ શક્તિશાળી છે.

એક એવો દાવો પણ કરવામાં આવે છે કે આજે પણ કોઈ પણ વ્યક્તિ કૈલાસ પર્વતના શિખર સુધી પહોંચી શક્યું નથી 11 મી સદી ની અંદર તિબેટ ના એક યોગી એ દાવો કર્યો હતો કે તે કૈલાસ પર્વતની ટોચ ઉપર પહોંચી ગયા હતા.

પરંતુ યોગી પાસે પોતાની આ વાત સાબિત કરવા માટે કોઇપણ જાતનો પુરાવો ન હતો અને કદાચ હશે તોપણ તે સાબિત કરવા માંગતા ન હતા. કહેવાય છે કે કૈલાસ પર્વત ઉપર બે મોટા તળાવ આવેલા છે જેની પાછળનું રહસ્ય હજી સુધી કોઈ પણ વ્યક્તિ ઉજાગર કરી શક્યું નથી.

આ બે તળાવ માંથી એક તળાવમાં એકદમ સાફ પાણી અને પવિત્ર પાણી ભરેલું છે જ્યારે બીજા તળાવમાં અપવિત્ર અને ગંદુ પાણી ભરેલું છે, જે ચંદ્રની સમાન માનવામાં આવે છે.

આધ્યાત્મિક અને શાસ્ત્રો અનુસાર જો વાત કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ પોતાના શરીરની સાથે કૈલાસ પર્વતના સર્વશ્રેષ્ઠ અને સર્વોચ્ચ શિખર ઉપર પહોંચી શકતો નથી. કહેવાય છે કે આ જગ્યા ઉપર દેવી દેવતાઓનો વાસ છે.

તથા અહિંયા ઘણાબધા પવિત્ર સંતો નો વાસ છે અને આથી જ કોઈ પણ વ્યક્તિ પોતાનું શરીર સાથે લઈ અને ત્યાં સુધી પહોંચી શકતો નથી. લોકોનું કહેવું છે કે જ્યારે કૈલાસ પર્વત નો બરફ ઓગળે છે ત્યારે તેમાંથી ડમરુ બાજ તું હોય તેવો અવાજ આવે છે,

અને ઘણા લોકોનું કહેવું છે કે તેણે આ અવાજ સાંભળ્યો પણ છે. પરંતુ હજી સુધી કોઈ પણ વ્યક્તિ આ વાતનો રજૂ કરી શક્યું નથી. ઘણીવખત કૈલાસ પર્વતની ઉપર અલગ-અલગ રંગના પ્રકાશ જોવામાં આવ્યા છે.

નાસા નું કહેવું છે કે આ એક પ્રકારનું ચુંબકીય બળ હોય છે, અને ઠંડી જગ્યા ઉપર ઘણી વખત આ રીતે આવા પ્રકાશ નિર્માણ થતું હોય છે. આમ નાસાના વૈજ્ઞાનિકો તથા અન્ય દેશના વૈજ્ઞાનિકો પણ કહે છે કે….

કૈલાસ પર્વત ઉપર અમુક પ્રકારની રહસ્યમયી શક્તિઓ છે. કૈલાસ પર્વત ઉપર અમુક પ્રકારની દેવીય શક્તિઓ છે. પરંતુ હજી સુધી કોઈ પણ વૈજ્ઞાનિક એવો દાવો નથી કર્યો કે હકીકતમાં તેના રહસ્યો પાછળનું કારણ શું છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer