આપને સૌ જાણીએ જ છીએ કે ભારત માં ઘણા બધા એવા મંદિરો છે જ્યાં મનુષ્ય ઉપરાંત જીવ જંતુઓ પણ ઈશ્વર પ્રત્યે પોતાની ભક્તિ દર્શાવે છે. કેટલાક મંદિરોમાં શિવલીંગની પૂજા કરવા માટે નાગદેવતા આવે છે તો ક્યાંક શાકાહારી મગરમચ્છ મંદિરની રક્ષા કરી રહ્યો છે. આજે અમે જે મંદિર વિશે જાણવા જઈ રહ્યા છીએ એ છે કાળી માં નું મંદિર આ મંદિરમાં સાંજના સમયે આરતી થાય ત્યારે એક ભાલું નો પરિવાર માં ની પૂજા આરતી માં ભાગ લે છે. આ ભાલું પરિવાર નિયમત આરતીના સમયે આ મંદિરના પરિસરમાં હાજર થઇ જાય છે.
ક્યાં આવેલું છે આ મંદિર : આ મંદિર છત્તીસગઢ ના મહાસમુંદ જીલ્લામાં ઘુચાપાલીમાં માતા ચંડી ના મંદિર ના નામ થી પ્રસિદ્ધ છે.
સાંજની આરતીમાં આવે છે ભાલું : સ્થાનિક લોકો ના કહેવા અનુસાર ઘણા વર્ષો થી સાંજ ના સમયે મંદિર ની બહાર એક ભાલુ ઓ નું ઝુંડ આવી જાય છે. તેઓ શાંતિથી કોઈ પણ ને નુકશાન પહોચાડ્યા વિના સાંજની આરતીમાં હાજરી આપે છે. પ્રસાદ વિતરણ ના સમયે તેઓ પ્રસાદ ગ્રહણ કરે છે. અને ફરી પાછા પહાડો પર ચાલ્યા જાય છે. અને આ મંદિરનો ચમત્કાર જોવા માટે અહી દુર દુરથી લોકો આવે છે. અને ભક્તો શ્રદ્ધા થી પોતાનું મસ્તક માતાના ચરણોમાં જુકાવે છે. એટલું જ નહિ ઘણી વાર તો આ ભાલું મંદિરની ચારે બાજુ પરિક્રમા પણ કરે છે.
વન વિભાગ અનુસાર :વન વિભાગ અનુસાર ભાલુ પ્રસાદ ની લાલચમાં અહી આવે છે અને અન્ય ભક્તો કે જેઓ માતાની સામે હાથ જોડી પગે લગતા હોય છે એમની નકલ કરી ભાલુ પણ એ રીતે જ કરે છે અને પ્રસાદ પ્રાપ્ત કરી ળે છે.