રામાયણમાં શ્રી રામ ના વનવાસ પ્રસંગ માં રાજા દશરથ ને અહેસાસ થયો કે સારા કે ખરાબ કર્મો નું ફળ થી જ ભાગ્ય બને છે. ભાગ્ય કર્મ થી જ બને છે. આપને જેવા કાર્ય કરીએ છીએ એવુજ આપના ભાગ્ય નું નિર્માણ થાય છે. આપને આપના કર્મ પર જ ટકેલા છીએ. ક્યારેક ક્યારેક એવું પણ બને છે કે આપને કોઈ કામ પૂરી મહેનત થી કરીએ છીએ. પરંતુ એમ છતાં વિપરીત પરિણામ આવે છે. એવામાં ઘન લોકોને એવું કહેવાનો મોકો મળી જાય છે કે આપણી કિસ્મત માં જ એવું લખેલું છે. હકીકતમ ક્યારેય પણ એવા કોઈ કાર્ય નું પરિણામ સંતોષ આપનાર ના હોય તો આતિત માં જોવું જોઈએ કે તમારાથી ક્યાં ભૂલ થઇ ગઈ છે .
રામાયણમાં શ્રી રામ ના વનવાસ પ્રસંગથી આ સીખ મેળવી શકાય છે:
ભગવાન શ્રી રામને વનવાસ થઇ ચુક્યો હતો, રામ સીતા અને લક્ષ્મણ ત્રણે વન વાસ માં ચાલ્યા ગયા હતા. ત્યારે રાજા દશરથ આ ઘટનાને નિયતિનો ખેલ બતાવી રહ્યા હતા. તેઓ એવું માનતા હતા જકે આ બધું ભાગ્ય માં લખેલું જ છે.
રામ જયારે વનવાસ ચાલ્યા ગયા એ સમયે જયારે રાજા દશરથ કૌશલ્ય સાથે એકલા હતા ત્યારે તેને પોતાની ભૂલો યાદ આવી રહી હતી. તેનાથી યુવા અવસ્થામાં શ્રવણ કુમારની હત્યા થઇ ગઈ હતી. અને દશરથ ને યાદ આવી ગયું કે વૃદ્ધ માં બાપ પાસે થી તેનો એકનો એક સહારો છીનવાઈ ગયો હતો. આ બધું એનું જ પરિણામ છે. દરેક પરિણામ અને દરેક ઘટનાની પાછળ કોઈ ને કોઈ કર્મ જરૂર હોય છે. કર્મ કર્યા વિના આપણા જીવનમાં કોઈ પરિણામ આવી નથી શકતું. તેથી પોતાના કર્મો પર ધન રાખવું જોઈએ. ક્યારેય કોઈ ખરાબ કે દુષ્કર્મ ના કરવું જોઈએ તો જ આપણે આપનું ભાગ્ય સમજી શકીએ છીએ.