રૂપાણી સરકારનો મોટો નિર્ણય, આપશે 25 લાખ રૂપિયા જો આવા કર્મચારી નું મૃત્યુ થાય તો

હાલમાં જ્યારે સમગ્ર ભારતમાં કોરોના ની બીજી લહેરથી રોજ હજારો લોકોના મૃત્યુ થઈ રહ્યાં છે એવા સમયમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તેમની પ્રજાના હિત માટે અને કોરોના થી બચવા માટે શું નિર્ણય લે છે તે સમગ્ર દેશની પ્રજા માટે ખૂબ જ મહત્વના બની શકે છે. આવા જ કંઈક નિર્ણયો ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લીધા હતા કે જે સામાન્ય પ્રજા ને કોરોના સામે લડવામાં મદદ કરી શકે છે. તાજેતરમાં જ ભરાયેલ કેબિનેટ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓ દ્વારા વિજયભાઈને અગ્રતા માં કેટલાક નિર્ણય લેવાયા .

કોરોના થી જે લોકોના મૃત્યુ થાય છે તેમના અંતિમ સંસ્કાર માટે કોરોના વોરિયર્સ સ્મશાનગૃહમાં 24 કલાક કાર્યરત છે. અને તેઓ સતત કોરોના પોઝિટિવ લોકોના સંપર્કમાં જાણે-અજાણે આવતા હોય છે તેથી તેમના ઉપર કોરોના નો ભય હોય છે. પરંતુ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરી છે કે જો કોઈ સ્મશાનગૃહમાં કામ કરતો કોરોના વોરિયરનું નિધન થશે તો તેના પરિવારને તેના વળતર બદલ ૨૫ લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે.

કોરોના સંક્રમણ માં તેમની આ કપરી સેવા અને કામગીરીને ધ્યાનમાં રાખીને કોર કમિટીમાં આવો એક સારો નિર્ણય લેવાયો છે. ફક્ત આ જ નહીં પણ સ્મશાન ગૃહમાં કામ કરતાં તમામ કર્મચારીઓને પણ હવેથી કોરોના વોરિયર્સ ગણવામાં આવશે તેવી પણ તેમણે જાહેરાત કરી છે.

કોરોના વોરિયર્સ ને મળવાપાત્ર તમામ લાભ હવે તેમને પણ એક એપ્રિલ 2021 થી મળશે. જો હવે કોઈ કોરોના વોરિયર્સ નું ફરજ દરમિયાન મૃત્યુ થાય તો તેમને ૨૫ લાખ રૂપિયાનું વળતર તેમના વારસદારો અથવા પરિવારને આપવામાં આવશે.

આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં sebc જ્ઞાતિઓ માં વધુ એક જ્ઞાતિ ની ઉમેરો થયો છે. જેમાં હવેથી ‘મારુ કુંભાર’ જ્ઞાતિ એ હવે sebc માં ગણાશે તેમને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મળી શકશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer