રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી (CMD Mukesh Ambani)એ ઇઝરાઇલી ટીમને ભારત બોલાવવા કેન્દ્ર સરકારની વિશેષ પરવાનગી માંગી છે. ખરેખર, આ ઇઝરાઇલની ટીમ ભારતમાં આવીને રેપિડ કોવિડ-19 આઇડેન્ટિફિકેશન સોલ્યુશન(Rapid Covid-19 Identification Solution)ની સ્થાપના કરશે.
આનાથી દેશમાં કોરોના પરીક્ષણ સરળ અને ઝડપી બનશે. કંપની આ માટે લોકોને ટ્રેનિંગ પણ આપશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ઇઝરાઇલની સ્ટાર્ટઅપ કંપની બ્રેથ ઓફ હેલ્થ (BoH) પાસેથી 1.5 કરોડ ડોલરમાં સોલ્યુશન ખરીદ્યું છે.
થોડી સેકંડમાં મળી જશે રિપોર્ટ :- બ્રેથ ઓફ હેલ્થનું પ્રતિનિધિમંડળ રિલાયન્સના આવેદન પર ઈમરજન્સી મંજૂરી મેળવી લીધી છે. ભારતમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને કારણે રિલાયન્સ આ ઝડપી ટેસ્ટિંગ સિસ્ટમ તુરંત સ્થાપિત કરવા માંગે છે.
તમને જણાવી દઈએ કે ઇઝરાયેલે તેના નાગરિકોને 7 દેશોમાં જવા પર પ્રતિબંધ મૂક્યો છે. આમાં ભારત પણ સામેલ છે. ઇઝરાઇલની મેડિકલ ટેકનોલોજી કંપનીના નિષ્ણાતો રિલાયન્સની ટીમને ભારતમાં આ સિસ્ટમ ચલાવવા શીખવાડશે.
કોરોના વાયરસ કેરિયર્સ અને દર્દીઓની ઓળખ કરનારી આ સિસ્ટમ દેશમાં ચેપની ગતિ ઘટાડવામાં મદદગાર સાબિત થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આના માધ્યમથી કોરોના પરીક્ષણના પરિણામો થોડી સેકંડમાં જ મળી શકે છે.
રિલાયન્સે જાન્યુઆરી 2021માં બ્રેથ ઓફ હેલ્થ સાથે 1.5 કરોડ ડોલરનો એક સોદો કર્યા હતો. આ અંતર્ગત રિલાયન્સને સ્વિફ્ટ કોવિડ-19 બ્રેથ ટેસ્ટિંગ સિસ્ટમ(Breath Testing System) મળશે. કરાર મુજબ રિલાયન્સ આ ઇઝરાઇલની આ સ્ટાર્ટઅપ કંપની પાસેથી કોરોના વાયરસ ટેસ્ટ કીટ ખરીદવા જઇ રહી છે.
આ ઝડપી પરીક્ષણ મશીન દ્વારા દર મહિને 10 લાખ ડોલરના ખર્ચે લાખો લોકોનો કોરોના ટેસ્ટ કરી શકાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બોએચએ એક શ્વાસ ટેસ્ટ કરનાર સિસ્ટમ બનાવી છે, જેમાં કોવિડ-19ના સંક્રમણ શોધવાનો સફળતાનો દર 95 ટકાથી ઉપર છે.
BoHની આ સિસ્ટમની ક્લિનિકલ ટ્રાયલ બહારમાં જાણવા મળ્યું છે કે, સ્ટેન્ડર્ડ પીસીઆર ટેસ્ટની તુલનામાં તેની સફળતાનો દર 98 ટકા છે. ઇઝરાઇલના હદાશ મેડિકલ સેન્ટર અને સેવા મેડિકલ સેન્ટરમાં તેની ટ્રાયલ કરવામાં આવી છે.
કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે, બીઓએચની ઝડપી પરીક્ષણ કીટ ભારત પહોંચી ગઈ છે. તેનું કાર્ય શરૂ કર્યા પછી, તે ભારતમાં કોરોના ચેપના કેસોને કાબુ કરવામાં મોટી મદદ કરી શકે છે. ઇઝરાઇલના આરોગ્ય પ્રધાન યોવ કિશે બીઓએચની લેબની મુલાકાત લીધી હતી અને આ મશીન સાથે જોડાયેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી. 1 સપ્તાહ પહેલા ભારતમાં પહોંચેલી આ સિસ્ટમ ટૂંક સમયમાં સ્થાપિત થવાની છે.