જેવી રીતે બૃહસ્પતિ ગ્રહનો રત્ન પુખરાજ છે. તેવી જ રીતે કેસરનો પ્રતિનિધિ ગ્રહ બૃહસ્પતિ છે. બૃહસ્પતિ જે ગ્રહોમાં બધાથી મહાન છે. તે પોતાની સ્થિતિથી આકાશમાં ઉચ્ચ સ્તર પર છે. બૃહસ્પતિનું માર્ગી હોવું, વક્રી હોવું, ઉચ્ચ રાશી અથવા નીચી રાશિગત હોવું તે બધું જીવન પર પ્રભાવ કરે છે. જો બૃહસ્પતિ માર્ગી હોય તો બુદ્ધિ સુચારુ રૂપથી સાચી દિશા મળે છે. પણ જો તે વક્રી હોય તો મનમાં વિવાદ પેદા કરે છે.
બૃહસ્પતી ગ્રહ જ્ઞાન અને વિદ્યાનો ગ્રહ છે. અભ્યાસમાં રૂચી વધારવા બૃહસ્પતિનું શક્તિશાળી હોવું જરૂરી છે. બૃહસ્પતિ શરીરમાં ચરબી, લીવર, અને મગજ થી સંબંધિત બીમારીનું નિવારણ કરે છે. ધર્મથી વધુ બૃહસ્પતિને માંગલિક કર્યોનો ગ્રહ માનવામાં આવે છે. ઘર થી કોઈ માંગલિક કાર્ય માટે નીકળો તો તેનું તિલક કરી શકો છો. લગ્નના વિલંબ માટે બૃહસ્પતિનું નબળું હોવું માનવામાં આવે છે.
વૈદિક જ્યોતીષના અનુસાર, જ્ઞાન, વિદ્યા, અને સૌભાગ્ય દેવા વાળો ગ્રહ છે બૃહસ્પતિ. સાથેજ સાર સ્વાસ્થ્ય માટે પણ બૃહસ્પતિનું સારું હોવું જરૂરી છે. જ્યોતિષાચાર્ય પંડિત દયાનંદ શાસ્ત્રીએ કહ્યું છે કે કુંડળીમાં બૃહસ્પતિની સ્થિતિ અનુકુળના હોય તો તેને જીવનભર માન-સમ્માન અને સંપતિના અભાવનો સામનો કરવો પડે છે. જ્યોતિષશાસ્ત્રમાં જ્યાં ગ્રહોની અનુકુળતા અને પ્રતિકુળતાના પ્રભાવો વિશે બતાવ્યું છે.
તેમજ પ્રતિકુળ ગ્રહોને અનુકુળ કરવાની રીતો પણ બતાવી છે. બૃહસ્પતિને અનુકુળ કરવા માટે મોટા ભાગે પુખરાજ પહેરવાની સલાહ આપવામાં આવે છે. પણ જો તમે તેને પહેરવા ના માંગતા હોય તો કેસર તમારા માટે ઘણું ઉપયોગી સાબિત થઈ શકે છે. જાણો કે કેવી રીતે કેસરની સહાયતાથી તમે દેવગુરુ બૃહસ્પતિને અનુકુળ બનાવીને તમારા ભાગ્યને કેવી રીતે સારું બનાવી શકો છો.
શું છે કેસર નું મહત્વ? કેસરનો ઉપયોગ ખાલી પૂજાપાઠમાં જ નહિ પણ રસોઈમાં પણ એક ઉપયોગી મસાલો છે. જ્યોતિષશાસ્ત્રમાં તેને ગુરુને સંબંધિત વસ્તુ માનવામાં આવે છે. જે ગુરુનો રત્ન પુખરાજની જેમજ ગુરુના શુભ પ્રભાવને વધારવાનું કામ કરે છે. પંડિત દયાનંદ શાસ્ત્રીના અનુસાર દેવગુરુ બૃહસ્પતિના મનપસંદ વાર બૃહસ્પતિવાર એ ધન, પુત્ર, મનપસંદ જીવનસાથી અને વિદ્યાને પ્રાપ્ત કરવાનો દિવસ માનવામાં આવે છે.
તેને પ્રસન્ન કરવા લોકો વ્રત, ઉપાય, દાન અને ખાસ પૂજન કરે છે. આ દિવસે એક ખાસ ઔષધી જેનું નામ કેસર છે. તેના ઉપયોગથી ઘણા લાભ પ્રાપ્ત કરી શકાય છે. જાણો કેવી રીતે કરાય છે કેસરનો ઉપયોગ? કેસરનો ઉપયોગ પાવડર અને રેસાના રૂપમાં કરવામાં આવે છે. તેને પાણીમાં પલળવાથી તે સુગંધ અને રંગ આપે છે. ભારતના કાશ્મીરમાં બધાથી વધુ કેસરની ખેતી થાય છે. તેના સિવાય સ્પેન અને ઈરાનમાં કેસરની મોટા ભાગમાં પેદાશ થાય છે.
બૃહસ્પતિની સ્થિતિના પ્રભાવ: નવ ગ્રહોમાં ગુરુના રૂપમાં માન્ય બૃહસ્પતિને શુભ ગ્રહ માનવામાં આવે છે. જન્મ કુંડળીમાં તેની સ્થિતિ અને ગૌચરથી જીવનમાં અલગ અલગ પ્રકારની સ્થિતિ આવે છે. ગુરુના પ્રભાવથી શિક્ષા, ધન, પારિવારિક જીવન, અને બીજી ઘણી બધી વસ્તુ પ્રભાવિત થાય છે. તેથી ગુરુને શુભ બનાવી રાખવા જરૂરી છે. આ કાર્યમાં કેસર ખુબજ મહત્વપૂર્ણ છે.
કેસરના ઉપયોગથી થશે મંગલ મંગલ: જીવનમાં બધા મંગલ કાર્ય થતા રહે તેના માટે બૃહસ્પતિનું ઉચ્ચ સ્થિતિમા હોવું જરૂરી છે. કારણકે બૃહસ્પતિ અથવા ગુરુને માંગલિક કર્યોનું કારક માનવામાં આવે છે. પંડિત દયાનંદ શાસ્ત્રી એ કહ્યું કે ગુરુને અનુકુળ કરવા કેસરનું તિલક રોજ કરવું જોઈએ. કેસરનો એક રેસો લઈ એક વાટકામાં રાખો અને તેના ઉપર એક-બે ટીપા પાણી નાખો તે પોતાનો રંગ છોડવા લાગશે. પછી અનામિકા આગળીથી તિલક લગાવો.
સુધારો તમારી આર્થીક સ્થિતિ કેસરના ઉપયોગ થી: આર્થીક સ્થિતિને મજબુત કરવા માટે ગુરુવારે નહાવાના સમયે પાણીમાં એક ચપટી હળદર નાખો અને તે પાણીથી નાહીલો ત્યાર બાદ કેળાના ઝાડની પાસે દેશી ઘીનો દીવો કરો ગોળ અને ચણા અર્પિત કરો કેસરનો તિલક કરો સાથેજ ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનો જપ કરો તમારો આર્થીક પરિસ્થિતિ મજબુત થશે આ ક્રિયા શુક્લ પક્ષના ગુરુવારથી શરુ કરો.
દામ્પત્ય જીવનમાં ખુશી માટે કેસરનો ઉપયોગ આવી રીતે કરો: જો તમારા દામ્પત્ય જીવનમાં કોઈ પણ પ્રકારનો તણાવ રહેતો હોય અથવા કષ્ટદાયી સ્થિતિનો સામનો કરવો પડતો હોય તો તમારા માથા, હૃદય, અને નાભી, પર કેસરનો તિલક લગાવો અને કેસર મિશ્રિત દુધથી શિવલિંગનો અભિષેક કરો એવું એકધારું કરવાથી ૨ થી ૩ મહિનાની અંદર પ્રભાવ દેખાશે.
એવી માન્યતા છે કે લક્ષ્મી પૂજનથી પહેલા મીઠા દહીંમાં કેસર ભેળવીને ખાવાથી લાભ પ્રાપ્ત થાય છે. કુંડળીમાં બૃહસ્પતિ અશુભ ચાલી રહ્યો હોય તો નિયમિત રૂપ થી કેસરનું તિલક માથાની વચ્ચે લગાવો હૃદય અને નાભીના મધ્યમાં લગાવો. દુધમાં કેસર ભેળવી પીવાથી સ્મરણ શક્તિ અને પુરુષ શક્તિમાં વૃદ્ધિ થાય છે. ચણાની દાળ અને કેસર શ્રી હરી વિષ્ણુના મંદિર અથવા કેળાના ઝાડ પર બૃહસ્પતિ વારે રાખો. ધ્યાન રાખો પાછળ ફરીને ના જુઓ આ ઉપાયથી અભાગ્યાનો નાશ થાય છે.
કેસરનો ઉપયોગ આપણે બીજી રીતે પણ કરી શકીએ છીએ કેસરનો ઉપયોગ કેસર દૂધ, કેસર વાળા ભાત, ઠંડાઈથી લઇને મસાલા સુધી વિભિન્ન રૂપમાં કેસરનો ઉપયોગ થાય છે. કેસરવાળી ખીર, ગુરુવારે ખાવ અને કોઈ ગુરુને આપો તો બૃહસ્પતિ સકારાત્મક ફળ આપે છે. તેની થોડી જ માત્રા ખાવાની વસ્તુને સુગંધિત બનાવીદે છે. ધ્યાન રાખવું વધુ માત્રામાં લેવાથી માથું ભરી થાય જાય છે. અને નીંદર આવવા લાગે છે.
કેસરનો ઉપયોગ ધાર્મિક કાર્યોમાં પણ થાય છે. બૃહસ્પતિવારના દિવસે કેસરનું તિલક કરો. કેસર વાળું દૂધ અથવા કેસર વળી ખીર દાન કરો જો કોઈ ગુરુને સેવન કરવા આપો તો તેનાથી બૃહસ્પતિ સકારાત્મક ફળ આપે છે. પંડિત દયાનંદ શાસ્ત્રી અનુસાર વેવાહિક જીવનમાં સંતુલન બનાવી રાખવા બૃહસ્પતિનું સારું હોવું ખુબજ જરૂરી છે. જ્યોતિષવિદ્યા વિશ્વાસ નહિ પણ વિજ્ઞાન છે. સત્યને પારખવા માટે તેનો પ્રયોગ કરી શકાય છે.