ભગવાન સૂર્યથી મનપસંદ વરદાન મેળવવા માટે રોજ સવારે ભગવાન સૂર્યદેવને જળ ચડાવવું જોઈએ, અને જળ ચડાવતી વખતે સૂર્યદેવના કેટલાક ખાસ નામ બોલવા અને તેનો જાપ કરવો જોઈએ તેનાથી ખુબજ સારું પરિણામ પ્રાપ્ત કરી શકાય છે. જો આ જાપ રવિવારે કરવામાં આવે તો મુખ્ય લાભ થાય છે.
કહેવાય છે કે રવિવારનો દિવસ સુર્યદેવની પૂજા અને આરાધના માટે સમર્પિત કરવામાં આવેલ છે. પરંતુ જો ખારમાંસમાં દરેક પ્રકારના શુભ ફળ મેળવવા માંગો છો, તો એ દિવસો દરમિયાન ભગવાન સૂર્ય દેવના આ નામોનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ.
ભગવાન સૂર્યદેવના ચમત્કારી નામ:- ૧. ॐ सूर्याय नम: ૨. ॐ भास्कराय नम: ૩. ॐ रवये नम: ૪. ॐ मित्राय नम: ૫. ॐ भानवे नम: ૬. ॐ खगय नम: ૭. ॐ हिरण्यगर्भाय नम:
સૂર્ય દેવના ઉપરોક્ત જણાવેલ આટલા નામ દરરોજ સવારે નહિ ધોઈને સ્વસ્થ થઈને પૂજા કર્યા બાદ સૂર્ય દેવને જળ ચડાવતી વખતે આ મંત્રોનું સ્મરણ કરવાથી તેનું શુભ ફળ પ્રાપ્ત થાય છે. તેમજ જો સાચા મનથી જાપ કરવામાં આવે
તો સૂર્ય દેવ આપણી દરેક મનોકામના પૂર્ણ કરે છે. તેથી આ મંત્રોનો જાપ નિયમિત કરવો જોઈએ. જો તમે તમારી મનોકામના પૂર્ણ કરવા ઈચ્છો છો તો આ મંત્રો નો જપ સાચા માંથી અને નિયમિત કરવાનો રહેશે. તેનાથી ચોક્કસ મનપસંદ ફળ પ્રાપ્ત થાય છે.