માતા ખોડલનો જન્મ ચારણના કુળમાં થયો છે. માતા ખોડલને સાત બહેનો અને એક ભાઈ હતા. તેમના માતાનું નામ આઈ દેવળ અને પિતાનું નામ મામળિયા ચારણ હતું. ભાવનગર જિલ્લાના રોહિસાળા ગામમાં એક ચારણ રહેતો હતો. તે ચારણ રાજ કુળનો ચારણ હતો રોજ રજાના દરબાર તે ચારણ જાતોને દયારા કરતો હતો, આ મામળિયા ચારણ હતો વાંઝિયો એટ્લે રાજાની રાણીએ રાજાના કાને વાત નાખી કે વાંઝિયા ચારણનું રોજ મોઢું જોઈએ છીએ એટ્લે આપણે ત્યાં પણ કોઈ જ સંતાન નથી.અને આ વાત રાજા ને ગળે ઉતરે છે ને રાજાએ મામળીયા ચારણનું અપમાન કર્યું ભર્યા દરબારમાં તેને વાંઝિયો ચારણ કહી દરબારમાં ન આવવા જણાવે છે.
મામળીયા ચારણને માઠું લાગ્યું તેણે શિવ તપસ્યા કરી ને શિવ તપસ્યા થી પ્રસન્ન થઈ ને શિવજીએ સાત દીકરીઑ ને પછી એક દીકરાનું વરદાન આપ્યું. સમય જતાં ચારણના ઘરે એક પછી એક દીકરીઓ એમ કુલ સાત દીકરીઑ ને એક દીકરાનો જન્મ થાય છે. સાતેય દીકરીઓના નામ આવળ, જોગળ, તોગળ, બીજબાઈ, હોલાઈ જાનબાઈ અને સોસાઈ પાડવામાં આવ્યા. પછી એક દીકરો જન્મ્યો. ચારણનું ઘર તો સાતેય બાળકોથી હર્યું ભર્યું થઈ ગયું. દિવસે ને દિવસે સાતેય ભાઈ બહેનો મોટા થવા લાગ્યા. આડોશ પાડોશમાં જો રમવા જાય તો લોકો એમને રમતા જોઈને પણ રાજી રાજી થઈ જતાં. એવું એમનું બાળપણ હતું.
એકવાર આ સાતેય બહેનોના ભાઈ મેરખિયાને સાપે ડંખ દીધો, મેરખિયો પોતે નાગકુળનો અવતાર હતો. એટ્લે જો તેનો જીવ બચાવવો હોય તો પાતાળ લોક માંથી અમૃત કુંભ લાવવો પડે અને એ લેવા માટે તેમના માતા દેવળબા જાન બાઈને પાતાળ લોક મોકલે છે. સૂર્યોદય થવા આવ્યો પણ જાનબાઈ આવ્યા નહી એટ્લે એમના માથાથી બોલાઈ ગયું કે ક્યાક ખોડાઈ તો નથી ગઈ ને..હજી ન આવી. આ સાંભળી જાન બાઈના પગ બારણાં પાસે જ ખોડાઈ જાય છે. બસ ત્યારથી નામ પડ્યું ખોડિયાર..ને એ જ સમયે દેવી ખોડીયાર મગર પર સવાર થઈને આવ્યા હતા. તેમણે મગર પર સવાર થઈને જ પોતાના ભાઈને અમ્રુત કુંભથી સજીવન કર્યો હતો.
દરેક જ્ઞાતીના લોકો માતા ખોડિયાર ને પૂજે છે. માતા ના દર્શન કરી પોતાના મનની મનોકામના પૂરી કરે છે. રોજ લાખો શ્ર્ધાળુઓ માતા ખોડિયરના ધામ માટેલ અને રાજપરા ગામે આવે છે, હોમ હવન કરી ધન્યતા અનુભવે છે. માતા ખોડિયાર તેમના આશીર્વાદથી દરેક દૂખિયાના દુખ હરે છે ને એક પોકારે જ હાજરા હજૂર પહોંચી જાય છે, માટેલ ધામનું આ ખોડિયાર મંદિર એક વરખડીના ઝાડ નીચે આવેલ છે. જે મુખ્ય આસ્થાનો વિષય છે. તેમજ આ મંદિરમાં માતા ખોડિયારના હાથમાં એક ત્રિશુળ છે જે વધે છે. આ ત્રિશુળ ત્રણ વર્ષે એક ઇંચ જેટલું વધી રહ્યું છે, તેમજ અહીંયા એક માટેલ ધરો પણ છે. જે ભક્તો માતા ખોડિયારાના દર્શન કરવા આવે છે એ આ ધરાના પણ દર્શન કરવા જાય છે ને ધરાનું પાણી પોતાના માથે ચડાવી ધન્યતા અનુભવે છે, આ ધરાનું પાણી ક્યારેય બગડતું નથી કે દુકાળમાં પણ ખૂટતું નથી. આ પાણી એકદમ ચોખ્ખું જ રહે છે, એવું કહેવાય છે કે આ ધરાની અંદર માતા ખોડિયારનું સોનાનું મંદિર સમાયેલ છે.
માટેલ ગામનું આ મંદિર આશરે 1200 વર્ષ જૂનું છે. આ મંદિર જવા માટે તમારે મોરબી થઈને અથવા તો વાંકાનેરઉપર થઈને પણ જઈ શકો છો. આ મંદિરમાં માતાજીનાં બે સ્થાનક છે, એક સ્થાનક સોના ચાંદીના છત્ર અને જુમરથી સજ્જ છે. આહીનયા ભક્તો પ્રસાદમાં સુખડી ને લાપસી નો પ્રસાદ ઍરણ કરે છે ને ચુંદડી ને ચાંદલો ચડાવે છે ને મનોકામના પૂર્ણ કરવા માતાને પ્રાર્થના કરે છે.