આ મંદિરમાં આવતાજ ભક્તોના રુંવાટા ઉભા થઇ જાય છે, જાણો ક્યાં આવેલું છે આ મંદિર..

આજે અમે જણાવીશું હનુમાનજીના એક એવા મંદિર વિશે જ્યાં હનુમાનજી પોતાના ભક્તોના કષ્ટો નું નિવારણ કરે છે. આ મંદિરમાં હનુમાનજીના દર્શન કરવાથી દરેક દુખોનો અંત આવે છે. તેમજ બધી વિપત્તિઓ નો નાશ થાય છે. આજે અમે જણાવીશું મહેન્દીપુર બાલાજી મંદિર વિશે જણાવીશું. આ મંદિરમાં હનુમાનજી પોતાના બાળ સ્વરૂપ માં વિરાજમાન છે. તેની સાથે જ તેને ઘણી બધી જગ્યાએ બાલાજી ના નામથી પણ ઓળખવામાં આવે છે.

રાજસ્થાનના મહેન્દીપુર જીલ્લામાં સ્થિત આ મંદિર જ્યાં બાલાજી ની સત્તા ચાલે છે. આ મંદિરમાં દર્શન કરવાથી ભક્તોને શ્રી બાલાજી ના આશીર્વાદ મળે છે. તેમજ એમના મનની દરેક કામના સ્વયં બાલાજી મહારાજ પૂર્ણ કરે છે.

મહેન્દીપુર બાલાજી મંદિરમાં હનુમાનજી બાળ રૂપમાં મનમોહક અને અલૌકિક રૂપમાં ભક્તોને દર્શન આપે છે. અહી પર બાલાજી મહારાજ ના ભવનની ઠીક સામે જ સીતા રામ નો દરબાર સજાવામાં આવે છે. મહેન્દીપુર બાલાજી મંદિરમાં ફક્ત બાલાજી ના જ દર્શન નથી થતા પરંતુ ભૈરવ બાબા ના પણ દર્શન થાય છે. તેમજ શ્રી પ્રેતરાજ સરકાર ના પણ દર્શન થાય છે. આ કારણે કેટલાક ભક્તો તેને ત્રીદેવો નું ધામ પણ કહે છે.

મહેન્દીપુર બાલાજી ના દરબારમાં જે પણ કોઈ ભક્ત સાચા મનથી પોતાની અરજી લગાવે છે અને તેમની સુનવાઈ જરૂર થાય છે. આ ધામમાં કોઈ પણ ભક્ત ઉદાસ થઈને નથી જતા. મહેન્દીપુર બાલાજીમાં દરેક પ્રકારની સમસ્યા નું સમાધાન થાય છે.

તમને એ વાત જાણીને હેરાની થશે કે અહી ભૂત પ્રેત બાધા હોય કે પછી પાગલપન, મીર્ગી, લકવો, અને ટી.બી. જેવી બીમારીઓ નો પણ ઈલાજ થાય છે. શ્રી બાલાજી મહારાજ ની કૃપા થી આ બધીજ પરેશાનીઓ થી તરત જ છુટકારો મળે છે.  

Leave a reply:

Your email address will not be published.

Site Footer