જાણો નાડાછડી બાંધવાની સાચી રીત અને તેને બાંધવાનું મહત્વ શું છે?

નાડાછડી બાંધવાથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તેમજ માતા લક્ષ્‍મી, પાર્વતી અને સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય છે. બ્રહમાની કૃપાથી કીર્તિ વિષ્ણુની અનુકંપાથી રક્ષા બળ મળે છે. શિવ દુર્ગુણોના વિનાશ કરે છે. જે હાથથી પૂજા અર્ચના કરીએ છીએઁ ભગવાનનો પૂજા દ્વારા સ્પર્શ કરીએ છીએ તે હાથ પવિત્ર થાય છે. ભગવાનને સ્પર્શ કરવાની અનુમતિ મળે છે.

કોઈપણ શુભ કામ હોય, પૂજા-પાઠ હોય, દેવી-દેવતાઓની આરાધના હોય કે પછી મંગળ કાર્ય હોય, આ બધા જ કામમાં કાંડા પર નાડાછડી બાંધવાનો રિવાજ છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, નાડાછડી બાંધવાની સાચી રીત શુ છે? અને તેને બાંધવાનું મહત્વ શું છે? આવો જાણીએ તેની સાચી રીત અને મહત્વ.

પુરુષો અને અપરણિત યુવતીઓને જમણા હાથમાં અને પરણિત મહિલાઓને ડાબા હાથમાં નાડાછડી બાંધવામાં આવે છે. નાડાછડી બંધાવતી વખતે હાથની મુઠ્ઠી બંધ હોવી જોઇએ તેમજ બીજો હાથ માથા પર હોવો જોઇએ. નાડાછડીને પાંચ અથવા સાત રાઉન્ડ ઘુમાવીને બાંધવું જોઇએ. મતલબ કે એકી સંખ્યાના તારથી નાડાછડી બાંધવી જોઈએ.

મંગળવારે અને શનિવારે જૂની નાડાછડી ઉતારીને નવી નાડાછડી બાંધવી જોઇએ. એક પૂજા કાર્ય કે સંકલ્પ કર્યા પછી તેને તરત જ ઉતારી દેવી જોઈએ કેટલાક લોકો નાડાછડી જુની થઈ જાય ઘસાઈ જાય ત્યાં સુધી પહેરી રાખે છે આવું કરવું ન જોઈએ. જૂની નાડાછડીને ફેંકવી ન જોઇએ, તેને પીપળના વૃક્ષ નીચે મુકી દેવી જોઇએ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer