શું તમે જાણો છો મૃત્યુ પછી તરતની કલાકમાં આપના શરીર અને આત્મા સાથે શું થાય છે??

આ દુનિયામાં દરેક જન્મ લેનારા જીવનું એકના એક દીસવે મૃત્યુ થવુ નિશ્ચિત છે. જો કે શરીરમાં આત્મા સ્વરૂપે રહેલી ઉર્જા જે ક્યારેય ખતમ નથી થતી. આ ઉર્જા જ્યારે શરીરમાંથી નીકળે છે ત્યારે તે એક ધુમ્મ્સના સમાન હોય છે અને તેની આકૃતિ તેવી જ હોય છે જેના શરીરમાંથી તે બહાર નીકળે છે. જીવનની સૌથી મોટી હકીકત છે મૃત્યુ જેને કોઈ ટાળી ન શકે. મૃત્યુના અમુક સમય પછી આત્માને ઘણા અનુભવોમાંથી પસાર થવું પડે છે. એવામાં આજે અમે તમને જણાવીશું કે મૃત્યુ પછી શરીર સાથે શું શું થાય છે.

૧. દુઃખી થઇ જાય છે: શરીરના મૃત થઇ ગયા પછી આત્મા પોતાના પરિજનોને રોતા જોઈને વધારે દુઃખી થઇ જાય છે અને પોતે પણ દુઃખથી વ્યાકુળ થઈને રોવા લાગે છે, પણ તેના હાથમાં કંઈપણ નથી હોતું કેમ કે તે પોતે જ લાચાર હોય છે અને પોતાના જીવનકાળમાં કરેલા કર્મોને યાદ કરીને દુઃખી થાય છે.

૨. સમાન વ્યવહાર: કોઈપણ વ્યક્તિના શરીરમાંથી જ્યારે આત્મા નીકળે છે તો તેને પણ જાણ નથી હોતી કે ક્યારે તે શરીરમાંથી નીકળીને અલગ થઇ ગઈ છે. તે તેવી જ રીતે વ્યવહાર કરે છે જેવી રીતે શરીરમાં રહીને તેનો વ્યવહાર હતો.

૩. અચેત અવસ્થા: શરીરથી આત્મા નીકળીને અમુક સમય સુધી અચેત અવસ્થામાં રહે છે. આત્માને એવા પ્રકારનો અનુભવ થાય છે જાણે કે ખુબ મહેનત કર્યા પછી થાકેલો માણસ ઘેરી ઊંઘમાં હોય છે, પણ અમુક સમય પછી આત્મા અચેત અવસ્થામાંથી સચેત અવસ્થામાં આવી જાય છે.

૪. ઘભરાટ અને બેચેની: શરીરમાંથી નીકળીને ઉભી થયેલી આત્મા પોતાના સગા-સંબંધીઓને બોલાવે છે પણ તેનો અવાજ કોઈ સાંભળી નથી શકતું, જેનાથી આત્માને બેચેની થવા લાગે છે. આત્માનો અવાજ રોકાઇને જ રહે છે કેમ કે તેને કોઈ સાંભળી નથી શકતું કે નથી જોઈ શકતું.

૫. સંચાર નથી થતું: વર્ષો સુધી શરીરમાં રહેવાથી જે પણ સાંસારિક માયાનું આવરણ આત્મા પર પડેલું હોય છે તેનાથી મોહવશ આત્મા દુઃખી થઈને પોતાના મૃત શરીરને તો ક્યારેક પોતાના સંબંધીઓને જોઈને વાત કરવા માગતી હોય છે, પણ તેની કોશિશ બેકાર થઇ જાય છે.

૬. પ્રવેશ કરવાની કોશિશ: આત્મા હંમેશા કોશિશ કરે છે કે તે ફરીથી શરીરમાં પ્રવેશ કરી લે, પણ યમના દૂત તેને શરીરીમાં પ્રવેશ કરવા દેતા નથી, ધીમેધીમે આત્મા એ સ્વીકાર કરવા લાગે છે કે હવે તેના જવાનો પણ સમય આવી ગયો છે. મોહનું બંધન કમજોર થવા લાગે છે અને તે મૃત્યુ લોક વિદાઈ લેવા માટે તૈયાર થઇ જાય છે.

૭. કર્મ આધારિત નવો જન્મ હોય છે: થોડા જ સમયમાં આત્મા મૃત્યુલોકોની સીમાને પાર કરીને એક એવા માર્ગ પર પહોંચી જાય છે જ્યા ન તો સૂરજની રોશની હોય છે અને ન તો ચાંદની ચાંદની. તે લોકમાં માત્રને માત્ર અંધારું હોય છે. અહીં આત્મા પોતાના કર્મો અને ઈચ્છાઓના આધારે અમુક સમય સુધી વિશ્રામ લે છે. ઘણી આત્માઓ જલ્દી જ અન્ય શરીર ધારણ કરી લે છે જ્યારે અમુક લાંબા સમય સુધી વિશ્રામ લે છે અને પછી નવા શરીરને ધારણ કરે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer