જયારે ભગવાન ગણેશએ ધનના દેવતા કુબેરનો અહંકાર કર્યો હતો ખતમ, જાણો આ કથા….

એક પૌરાણિક કથાની અનુસાર ભગવાન ગણેશ એ ધન ના દેવતા કુબેર ના અહંકાર ને ખતમ કર્યો. આવો જાણીએ તે કહાની કે કેવી રીતે બુદ્ધી ના દેવતા એ કુબેર ને સબક શીખવાડી. કુબેર એ આપ્યું મહાભોજન પર નિમંત્રણ એક વાર કુબેર ને એમના ધન ધાન પર ખુબ વધારે અહંકાર થઇ ગયો.

એને વિચાર્યું કે એની પાસે ત્રણેય લોકો માં સૌથી વધારે સંપતિ છે, તો એક મોટા ભોજન નું આયોજન કરીને આપણો વૈભવ દેખાડવામાં આવે. કુબેર એ બધા દેવી દેવતાઓ ને આ મહા ભોજન માં આમંત્રિત કર્યા.

તે ભગવાન શિવ ના નિવાસ સ્થળ કૈલાશ માં પણ ગયા અને એને પરીવાર સહીત આવવાનું આમંત્રણ આપી દીધું. ભોલેનાથ તો બધું જાણવા વાળા છે. તે સમજી ગયા કે કુબેર ને એમના ધન પર ઘમંડ આવી ગયો છે અને એને સાચી રાહ દેખાવી જોઈએ.

શિવ એ કુબેર ને કહ્યું કે એ તપ નથી આવી શકતા પરંતુ એનો પુત્ર ગણેશ જરૂર ભોજનમાં આવી જશે, કુબેર ખુશ થઈને જતા રહ્યા. મહા ભોજન વાળો દિવસ આવી ગયો. કુબેર એ દુનિયા ભરના પકવાન સોના ચાંદી ની થાળી માં પીરસીને રાખ્યા હતા.

બધા દેવી દેવતા ભર પેટ ખાઈને ખુબેર ના ગુણગાન કરીને નીકળવા લાગ્યા. ગણેશજી નું આગમન અને ભોજન પૂરું થવું. છેલ્લે શ્રી ગણેશ પહોંચ્યા હતા. કુબેર એ એનું સ્વાગત કર્યું અને જમવાનું પીરસવા લાગ્યા.

ગણપતિજી સારી રીતે જાણતા હતા કે કુબેર નો કેવી રીતે ઘમંડ દુર કરવો. તે જમતા જ જઈ રહ્યા હતા. ધીરે ધીરે કુબેર નું અન્ન ભોજન ભંડાર ખાલી થવા લાગ્યું પરંતુ ગણેશજી નું પેટ તો ભરાયું જ નહિ.

કુબેર એ ગણેશજી ને ફરીથી ભોજન ની વ્યવસ્થા કરી પરતું થોડા સમય માં તે પણ ખતમ થઇ ગયું. ગણેશજી ભૂખ થી પાગલ થઇ ગયા હતા. તે કુબેર ના મહેલ ની વસ્તુ ને પણ ખાવા લાગ્યા. કુબેર ગભરાઈ ગયા અને એનો અહંકાર પણ ખતમ થઇ ગયો.

તે સારી રીતેથી સમજી ગયા કે ધન ના દેવતા હોવા પર પણ આવનારા મહેમાનો નું પેટ પણ ભરી શકતા નથી. ધન ના દેવતા એ માંગી માફી કુબેર દેવતા શ્રી ગણેશ ના ચરણો માં પડી ગયા અને એમના ઘમંડ માટે માફી માંગી. ગણેશજી એ હવે એમની લીલા ખતમ કરી અને એને માફ કરી સદબુદ્ધી પ્રદાન કરી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer