કુંડળીમાં કેટલાક એવા યોગ હોય છે જે જાતકને જીવનમાં તમામ સુખો અર્પે છે. ખુશીઓ અને ઉલ્લાસથી જીવનને ભરી દે છે. તે જ રીતે કુંડળીના સ્થાનમાં રહેલ પ્રભાવશાળી ગ્રહો જાતકના જીવનમાં પ્રભાવ પાડે છે. સૂર્યના શુભ પ્રભાવથી પ્રભાવિત જાતક આત્મવિશ્વાસી અને સમાજમાં એક નવી દિશા આપનાર હોય છે. સૂર્ય અશુભ સ્થિતીમાં હોય તો તેવા જાતક નિરાશામાં ડૂબી અને હાડકા તેમજ અન્ય રોગોથી પીડિત રહે છે. જો કુંડળીમાં સૂર્ય અનુકૂળ ફળ ન આપતો હોય તો જાતક આ ઉપાયો કરી સૂર્ય કૃપા પ્રાપ્ત કરી શકે છે. જો વ્યક્તિની જન્મ કુંડળીમાં જો શુભ સ્થાનમાં હોય તો વ્યક્તિત્વના જીવનમાં ચારચાંદ લગાવી દે છે.
જો પ્રથમ ભાવના સૂર્યથી જાતકને સમસ્યા હોય તો આવા વ્યક્તિએ સત્યનો સાથ ક્યારેય ન છોડવો જોઈએ. ઉપરાંત કમાણીનો એક નિયત ભાગ જરૂરીયાત મંદોને દાન કરવો. બીજા ભાવનો સૂર્ય પીડા આપતો હોય તો તે જાતકને ઝઘડાખોર બનાવે છે. આવા જાતકે બોલવામાં ધ્યાન રાખવું જોઈએ. ઉપરાંત સમયાંતરે ધાર્મિક સ્થળે દાન કરવા જવું જોઈએ.
ત્રીજા ભાવનો સૂર્ય કમાણીમાં વૃદ્ધિ કરાવે છે. પરંતુ અન્યાય સહન કરવો અને ચૂપ રહેવાની વાત જાતકના સૂર્યને નબળો કરે છે. તેથી ઘરમાં વડીલોના આશીર્વાદ લઈ પુણ્યશાળી બનવું જોઈએ. ચતુર્થ ભાવના સૂર્યને અનુકૂળ બનાવા માટે અંધજનોને ભોજન કરાવવું તેમજ ગળામાં ત્રાંબાનો સિક્કો ધારણ કરવાથી લાભ મળશે. પાંચમા ભાવનો સૂર્ય સંતાન માટે હાનિકારક હોય છે. આ સ્થિતીમાંથી બચવા માટે જાતકે લાલ મોંવાળા વાંદરાઓને ભોજન કરાવવું જોઈએ. તેમજ રોજ સૂર્યને જળ ચડાવવું.
છઠ્ઠા ભાવના સૂર્ય માટે જાતકે રાત્રે સૂતી વખતે માથા પાસે પાણીનું ભરેલું પાત્ર રાખવું જોઈએ. તેમજ પોતાની સાથે હંમેશા એક ચાંદીની વસ્તુ જરૂરથી રાખવી. સૂર્યને બળવાન કરવા માટે રોજ ગાયત્રીમંત્રના જાપ કરવા જોઈએ.