દિપાવલીના 2 દિવસ પહેલા ધનની દેવી માં લક્ષ્મીજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. સમજી લો કે આ દિવસથી જ તહેવારોની શરૂઆત થઈ જાય છે. ધનતેરસે ખરીદી કરવાને શુભ માનવામાં આવે છે. માતા લક્ષ્મી અને કુબેર ભગવાનની સાથે ધનવંતરીની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે લોકો ધનની દેવી માતા લક્ષ્મી અને કુબેરને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાય દર્શાવી રહ્યા છીએ.
માન્યતા છે કે આ દિવસે તમારી ભક્તિથી પ્રસન્ન થઈને માતા લક્ષ્મી તમારા પર અમીનજર નાંખે તો તમને ક્યારેય આર્થિક સમસ્યા રહેતી નથી. આજે ખાસ તમારા માટે લઈને આવ્યા છીએ આ ટોટકાઓ જેના ઉપાયથી તમે ધનતેરસ પર એક વખત કરશો તો તમને આખુ વર્ષ ધન સંબંધી સમસ્યા નહી સતાવે.
શ્રી સૂક્તનો પાઠ કરો : ધનતેરસથી ભાઈ બીજ સુધી નિત્ય રાત્રીના અગિયાર પીળી કોડીઓ પર લાલ વસ્ત્ર રાખીને શ્રી સુક્તનો પાઠ કરો. ત્યારબાદ ધનના સ્થાને રાખી દો. તમને લાભ જરૂરથી પ્રાપ્ત થશે.
ચાંદીના સિક્કા : ધનતેરસ પર ચાંદીના સિક્કા તેમજ હળદરની ગાંઠની પૂજા કરવાથી જીવનમાં તરક્કી પ્રાપ્ત થશે.
ધનતેરસે જરૂરથી કરો આ કામ : દીપક પ્રગટાવવાનો ન ભૂલશો. ધનતેરસની સાંજે એક દીપક સળગાવીને તેની પાસે એક કોડી રાખી દો. આ કોડીને તિજોરીમાં રાખશો તો આજીવન પૈસાની કમી નહી રહે. આ કોડીને રેશમી લાલ વસ્ત્રમાં લપેટવાનું ન ભૂલશો. આનાથી દેવી લક્ષ્મીનો કાયમી વાસ થાય છે.
આ મંત્રનો કરો જાપ : સાંજના સમયે પૂજાના સમયે 108વાર ‘ૐ યક્ષાય કુબેરાય વૈશ્રવવાય, ધન ધાન્યધિપતયે ધન-ધાન્ય સમૃદ્ધિ મમ દેહિ દાપય સ્વાહા’
21 અક્ષતને અભિમંત્રિત કરો : રાત્રીના લક્ષ્મીજીને બીજ મંત્રના જાપ કરી 21 અક્ષતને લાલ પોટલીમાં બાંધીને લક્ષ્મી-કુબેર સાથે પૂજા કરો. પછી એ તિજોરીમાં રાખી દો. આનાથી તમારી દરેક આર્થિક સમસ્યાઓ દુર થશે.