સુરતના અમરોલીના હરસિધ્ધિ સોસાયટીમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી દ્વારા દેવીનું અપમાન કરતી વાત કરવામાં આવ્યો હોવાના રોષ સાથે હુમલો કરાયો હતો. જેને લઇને માતાજીના ભક્તો માં ઘણો રોષ જોવા મળી રહ્યો હતો.
ગઈકાલે બપોરના સમયે કેટલાક લોકો દ્વારા મંદિરમાં જઈને સ્વામીએ માતાજી માટે ખરાબ વાત કરી હોવાના નામે કારણે ઢોર માર માર્યો હતો. જ્ઞાનપ્રકાશદાસજી સ્વામીએ માફી માગવા માટે પણ ભક્તોએ કહ્યું હતું.
નાગબાઈ માતાજીને લઈને તેમની સરખામણી અપ્સરા તેમ જ સુંદર મહિલા સાથે કરી હોવાની વાત કરી હતી છતા લોકોએ હુમલો કર્યો હતો.સ્વામિએ કહ્યું કે,માફી માગી લેવાયા બાદ વિવાદનો અંત કરો નખાયો હતો. તેમ છતા હુમલો કરયો હતો.
અત્રે નોંધનીય છે કે જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી એ થોડા દિવસો પહેલા માતાજી માટે ખરાબ ટિપ્પણી કરીને તેના શ્રદ્ધાળુઓને ઠેસ પહોંચાડી હતી જેનો બદલો લેવાની ભાવના માટે અમૂક ઈસમો દ્વારા તેમની ઉપર હુમલો કરાયો હતો અને તેમને મારનો સ્વાદ ચખાડવામાં કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જોકે આ ટિપ્પણી અંગે સ્વામી એ માફી પણ માંગી લીધી હતી. આ અંગે સ્વામીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે મારી પાસે માતાજી અંગે જે ખોટી માહિતી હતી
તેની જાણ થતાં જ મેં કોઈની લાગણીઓ દુભાય નહિ તે માટે માફી માગી લીધી હતી તેમ છતાં તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તો આ બાબતની જાણ થતા જ કેટલાક ચારણ સમાજના આગેવાનોએ વડતાલ સ્વામિ મંદિર સાથે વાત કરીને આ મામલો થાળે પાડયો હતો.