એક એવું ચમત્કારી મંદિર જેનો પ્રસાદ ભક્તો નથી લઇ જઈ શકતા ઘરે, જાણો તેનું રહસ્ય

દુનિયામાં હનુમાનજીના ઘણા બધા મંદિર આવેલા છે, જે ઘણા પ્રસિદ્ધ અને પ્રચલિત પણ છે. જેમાં પવનપુત્ર ના ભક્તો હંમેશા આવતા રહે છે. પરતું એ બધા મંદિરો માનું એક છે રાજસ્થાનના દોસા જીલ્લામાં આ મંદિર મહેન્દીપુર બાલાજીના નામથી પ્રસિદ્ધ છે. અને આ મંદિરમાં પહેલીવાર આવનાર લોકો માટે આ મંદિર ખુબજ ભયંક હોય છે, કારણકે આ મંદિરમાં ઉપર કાળી છાયા અને પ્રેત બાધ ની સાયા સમાપ્ત કરવા માટે લોકો આવે છે.  

તેમજ બાલાજી મંદિર ની ખાસ વાત એ છે કે અહી બાલાજીને લડ્ડુ, પ્રેતરાજને ચોખા અને ભૈરવનાથને અડદની દાળ ચડવામાં આવે છે. અને એવું માનવામાં આવે છે કે આ પ્રસાદના લડ્ડુ ખાવાથી મનુષ્યની અંદર રહેલ ભૂત-પ્રેત અથવા કોઈ અન્ય આત્માઓ હોય તો એ તરત છાટપટવા લાગે છે.

આ લાડવા ખાવાની સાથે જ તે ખુબજ પરેશાન થઇ જાય છે. અને અજીબ અજીબ હરકતો કરવા લાગે છે. આ બાલાજીના મંદિરમાં જે કઈ પ્રસાદ ચડવામાં આવે છે, એ દર્ખાવાસ્ત અને અરજીના નામથી ઓળખવામાં આવે છે. આ પ્રસાદ મંદિરમાંથી મેળવ્યા બાદ ત્યાંથી તરત જ બહાર નીકળી જવું પડે છે. તેમજ આ પ્રસાદને લેતી વખતે તેને પાછળની બાજુ ફેકવાનો રહે છે. અને પ્રસાદ ફેક્તી વખતે પાછળ જોવાનું નથી રહેતું.

મહેન્દીપુર બાલાજી ના દર્શન કર્યા પછી વ્યક્તિઓ માટે કેટલાક ખાસ અને કડક નિયમો બનાવામાં આવેલા છે. જેમકે આ જગ્યા પર આવતા પહેલા વ્યક્તિએ લસણ, ડુંગળી, ઈંડા, માંસ, શરાબ વગેરેના સેવનથી દુર રહેવું જોઈએ આને આ બધી વસ્તુ બંધ કરવી પડે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer