દુનિયાનું સૌથી મોટું શક્તિપીઠ છે આ ચમત્કારી મંદિર, જ્યાં વિરાજમાન છે મસ્તક વિનાના દેવી.

દેવીમાં ના શક્તિપીઠોમાં થી બીજું સૌથી મોટું શક્તિપીઠ ઝારખંડની રાજધાની રાંચીથી લગભગ ૮૦ કિમી દુર સ્થિત છે. આ શક્તિપીઠ છિન્નમસ્તીકા મંદિરથી પ્રસિદ્ધ છે. માં છિન્નમસ્તીકા મંદિર રજરપ્પાના ભૈરવી-ભેડા અને દામોદર નદીના સંગમ પર સ્થિત લોકોની આસ્થા પ્રમુખ કેન્દ્ર છે.

અહી ફક્ત રાજ્ય, દેશ તેમજ વિશ્વભર થી માતા ના દર્શન માટે ભક્તો આવે છે. શ્રી યંત્રનું સ્વરૂપ છિન્નમસ્તીકા દસ મહા વિદ્યાઓમા છઠું રૂપ માનવામાં આવે છે. આ મંદિર દામોદર ભૈરવી મંદિર સંગમના કિનારે ત્રિકોણ મંડળના યોની યંત્ર પર સ્થાપિત છે. જયારે પૂરું મંદિર શ્રીયંત્રના આકાર જેવું છે. લાલ, લીલા અને સફેદ રંગોના સમન્વયથી મંદિર ખુબ જ સુંદર લાગે છે. માં નું આ રૂપ જોવામાં ભયભીત પણ કરે છે.  

મંદિરમાં ઉત્તર દીવાલ બાજુ રાખેલા શીલા ખંડમા દક્ષીણ તરફ મુખ રાખેલા છિન્નમસ્તીકા ના દિવ્ય સ્વરૂપનું દર્શન થાય છે. મંદિરમાં સ્થાપિત માતાની પ્રતિમામાં તેનું કાપેલું માથું તેના જ હાથ માં છે. અને તેની ડોક માંથી લોહીની ધારા વહે છે. જે બંને બાજુ ઉભેલી સહાયિકાના મુખમાં જાય છે. શીલા ખંડમાં દેવીની ત્રણ આંખ છે. તેનું ગળું સાપની માળા અને મુંડમાળાથી શુશોભિત છે. વાલ ખુલા છે અને જીભ બહાર નીકળેલી છે. આભૂષણોથી શોભિત માં નગ્નાવસ્થામા કામદેવ અને રતી પર ઉભા છે. ડાબા હાથમા તલવાર છે. પુરાણોમાં પણ રજરપ્પા મંદિરનો ઉલ્લેખ શક્તિપીઠના રૂપમાં થયો છે.  

માનતા માનવા માટે બાંધવામાં આવે છે પત્થર :

મંદિરમાં ચાર દરવાજા છે. અને મુખ્ય દરવાજો પૂર્વ તરફ છે. મુખ્ય દ્વારથી નીકળતા સમયે મંદિરથી નીચે ઉતરતી વખતે ડાબી બાજુ નારીયેળ બલીનું અને જમણી બાજુ બલી સ્થાન છે. બને સ્થાનો વચ્ચે માનતા માનવા માટે રક્ષાસૂત્રમાં પત્થર બાંધીને ઝાડ તેમજ ત્રિશુલમાં લટકાવે છે. ત્યાર બાદ માનતા પૂરી થવા પર તે પત્થરને દામોદર નદીમાં પ્રવાહિત કરવાની પરંપરા છે.  

અહી મુંડન કુંડમા મુંડન કરાવ્યા પછી સ્નાન કરવાની પરંપરા છે. જયારે પાપનાશિની કુંડને રોગમુક્તિ પ્રદાન કરવા વાળો માનવામાં આવે છે. બધાથી ખાસ દામોદર અને ભૈરવી નદી પર અલગ અલગ બનેલા ગરમ પાણીના કુંડ છે. નામ મુજબ અનુસાર તેનું પાણી ગરમ છે. અને માન્યતા છે કે અહી સ્નાન કરવાથી ચામડીના રોગથી મુક્તિ મળે છે.

રાતે અહી માતા વિચરણ કરે છે:

અહી દર નવરાત્રીના સમયે મોટી સંખ્યામાં સાધુ સંત અને ભક્તો માતાના દર્શન માટે આવે છે. મંદિરમાં ૧૩ હવન કુંડોમાં વિશેષ અનુષ્ઠાન કરી સિદ્ધીની પ્રાપ્તિ કરવામાં આવે છે. મંદિર રજરપ્પાના જંગલોથી ઘેરાયેલું છે. જ્યાં દામોદર અને ભૈરવી નદીનો સંગમ છે. સાંજ થતાજ પુરા વિસ્તારમાં સન્નાટો છવાઈ જાય છે. લોકો નું માનવું છે કે માં છિન્નમસ્તીકા અહી રાતે  વિચરણ કરે છે. એટલે એકાંત વાસમા સાધક તંત્ર મંત્રની પ્રાપ્તિ માટે જોડેલા છે દુર્ગા પૂજાના અવસર પર આસામ, પશ્ચિમ બંગાળ, બિહાર, છતીસગઢ, ઓડીસ્સા, મધ્ય પ્રદેશ, યુપી જેવા ઘણા પ્રદેશોથી સાધક અહી આવે છે. માં છિન્નમસ્તીકાની વિશેષ પૂજા અર્ચના કરી સાધનામાં લીન રહે છે.   

Leave a reply:

Your email address will not be published.

Site Footer