માત્ર 19 જ મિનિટમાં આ પેઈન્ટિંગની થઈ 757 કરોડમાં વૈશ્વિક હરાજી, જાણીને લાગશે નવાઇ…

 

 

હાલ દુનિયા વૈશ્વિક મંદી ચોક્કસ પણે પથરાયેલી છે તેવામાં વિશ્વસત્તા એવા અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં ઈ.સ.1932માં પિકાસો દ્વારા તૈયાર કરવામાં આવેલા પેઈન્ટિંગના કુલ 10.34 કરોડ ડોલર એટલે કે અંદાજીત 757 કરોડ માં તૈયાર થયેલા પેઈન્ટિંગ ની હરાજી થઈ.

 

સ્પેનના પ્રખ્યાત ચિત્રકાર પાબ્લો પિકાસોનું નામ પેઇન્ટિંગની દુનિયામાં ખૂબજ સન્માન સાથે લેવામાં અને વેચવા માં આવે છે. તેમના ચીત્રો અબજોની કિંમતે લિલામમાં વેચાય છે. પાછો  એકવાર એવો કિસ્સો દુનિયા ની નજરે ચડ્યો છે, પિકાસોની પેઇન્ટિંગે લિલામીમાં વિશ્વ વર્લ્ડ રેકોર્ડ ચોક્કસ પણે બનાવ્યો છે.

પિકાસોના ‘મેરી થ્રી’ નામના પ્રખ્યાત પેઇન્ટિંગ માટે અમેરિકાનાં ન્યૂયોર્ક શહેરમાં હરાજી યોજાઇ હતી. આ પેઈન્ટિંગ માત્ર 19 જ મિનિટમાં 757 કરોડ રૂપિયામાં વેચાયું હતુ. આ ચિત્ર 1932માં પિકાસો દ્વારા પેઈન્ટ કરવામાં આવ્યું હતુ. અંદાજીત 90 વર્ષ બાદ, જ્યારે આ ચિત્ર ખરીદદારોની સામે પ્રસ્તુત કરવામાં આવ્યું છે, ત્યારે તે ચિત્ર એ વિશ્વ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે.

 

આમ જોઈ એ તો આ ચિત્ર ની લીલામી 90 મિલિયન ડોલરમાં થઈ છે, પરંતુ ટેક્સ અને અન્ય ચાર્જ ઉમેરતા તેની કુલ કિંમત 103.4 મિલિયન ડોલર એટલે કે 757 કરોડ રૂપિયા થઈ ગઈ છે. મળેલી માહિતી પ્રમાણે આ પેઇન્ટિંગની બોલી લગાવવામાં કોઈ વિલંબ ન થયો,અને લોકોએ તેની કિંમત ઝડપથી નક્કી કરી દીધી. માત્ર 19 મિનિટમાં, પિકાસોનું પેઇન્ટિંગ 103.4 મિલિયન ડોલરમાં વેચાયું.

 

વિશ્વ વિખ્યાત એવા પિકાસોનો જન્મ 1881 માં સ્પેનમાં થયો હતો. 1973 માં તેમનું અવસાન થયું. જ્યારે મોટાભાગના સેક્ટરમાં કોરોના રોગચાળાને કારણે હાલ વિશ્વમાં મંદીનો માહોલ છે અને બજાર ચોક્કસ પણે બંધ થઈ રહ્યા છે, ત્યારે 757 કરોડમાં પિકાસોની પેઇન્ટિંગ્સનું વેચાણ સાબિત કરે છે કે તે કલાક્ષેત્રમાં કેટલું મોટું નામ છે.

 

આ ચિત્રની થીમ વિશે વાત કરીએ તો, તેમાં એક નાનકડી છોકરી તેની બારીની બાજુમાં બેઠેલી જોવા મળે છે. આઠ વર્ષ પહેલાં, આ જ પેઇન્ટિંગની લંડનમાં 44.8 મિલિયન ડોલરમાં લીલામિ થઇ હતી. હવે તેની લીલામિ બે ગણા કરતા વધુ કિંમતે થઇ છે. હમણાં સુધી, પિકાસોના પાંચ પેઇન્ટિંગ્સ 100 મિલિયનથી વધુ કિંમતે વેચાઇ છે. હરાજી ની બાબતે આખા વિશ્વમાં પિકાસોના પેઇન્ટિંગ્સ ખૂબ જ ટોચ પર છે. અને કદાચ હમેશાં માટે રહેશે.

 

હાલ હમણાં છેલ્લાં 2 વર્ષમાં આ બીજી વખત છે જ્યારે પિકાસોના ચિત્ર 100 મિલિયનથી વધુના ભાવે  ખરીદી છે. નોંધનીય છે કે, સ્પેનના પાબ્લો પિકાસોની બધા ચિત્રો ખૂબ જ પ્રખ્યાત અને વિવાદાસ્પદ રહી છે. પિકાસોએ નાનપણથી જ પેઇન્ટિંગ બ્રશ હાથમાં લઈ લીધું હતું. ખાલી 15 વર્ષની ઉંમરે જ, તે આકર્ષક પેઇન્ટિંગ્સ બનાવીને બધા લોકોને આશ્ચર્યચકિત કરતો હતો. માનવીય અત્યાચાર પર બનાવેલા પિકાસોની બધા ચિત્રો દુનિયામાં ખૂબ જ પ્રખ્યાત થયા છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer