જો ભાગ્ય વ્યક્તિને સાથ આપે તો જ તે સુખના સાગરમાં તરી શકે છે નહીં તો જો દુર્ભાગ્ય વ્યક્તિનો હાથ પકડે તો કિનારે આવીને પણ વ્યક્તિ ડુબી જાય છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો તેના માટે તમારે માત્ર એક ઉપાય કરવાનો રહેશે. જેનાથી તમારા ભાગ્યના બંધ દરવાજા પણ ખૂલી જાય છે. આ ઉપાય મહિનામાં એક વાર કરવાથી પણ લાભ થાય છે. સપ્તાહના કોઈપણ વારે આ ખાસ પૂજા કરી શકાય છે.

સમાજમાં માન-સન્માન વધે અને પરિવાર સાધન સંપન્ન રહે તેવી ઈચ્છા દરેક વ્યક્તિને હોય જ. આ ઈચ્છાની પૂરતી માટે જ દરેક વ્યક્તિ દિવસ-રાત તનતોડ મહેનત કરે છે. જેમાં કેટલાક સફળ થાય છે તો કેટલાકને નિષ્ફળતા મળે છે. નિષ્ફળ જનાર વ્યક્તિ જ્યારે નાસીપાસ થાય ત્યારે એક જ વાત કરે કે કંઈ પણ કરે પરંતુ ભાગ્ય તેને સાથ આપતું નથી. આ વાત મહદઅંશ સત્ય પણ છે.

મહિનાની કોઈપણ શુભ તિથિએ આ પૂજા કરવાનો નિર્ધાર કરવો અને તે તિથિ પર સવારે શુભ મુહૂર્તમાં વહેલાં ઊઠીને સ્નાનાદિથી પરવારી અને પીળા વસ્ત્રો ધારણ કરવા. ત્યાર પછી ઘરનાં એકાંતવાળા ખૂણામાં જઈને ઉત્તર દિશામાં મોં કરીને બેસવું, સામે ઊનનું આસન પાથરી તેના પર ચોખા પાથરવા, તેના પર ચોખા રાખવા અને તેના પર માતા લક્ષ્મી, સરસ્વતી અને ગણપતિજીના ફોટા રાખવા.

તેમની પંચોપચાર વિધિથી પૂજા કરી આરતી ઉતારવી. તેમને ત્રણ અકીકની માળા, સાત ગોમતી ચક્ર ધરાવો. પછી ‘ૐ શ્રી કૃં ક્ષૌં સિદ્ધયે ૐ’ મંત્રની 21 માળા કરવી. પૂજા સંપન્ન થયા પછી પૂજાની સામગ્રીને ઘરનાં મંદિરમાં ચઢાવી દેવી. પૂજા શરૂ કર્યાના થોડા જ દિવસમાં તેની અસર દેખાવા લાગશે.