જ્યારે સગ્ગી માતા પર વાત આવી ત્યારે અનુપમાની પાંખી ઉર્ફે મુસ્કાનના ગુસ્સાનો ચઢ્યો પારો,,, ટ્રોલરને આપ્યો જડબતોડ જ્વાબ….

ટીવી સીરીયલ ‘અનુપમા’થી ઓળખ મેળવનાર પાખી ઉર્ફે મુસ્કાન બામને તાજેતરમાં જ તેની માતા પર ટિપ્પણી કરનાર યુઝરને યોગ્ય જવાબ આપ્યો હતો.સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી સિરિયલ ‘અનુપમા’ ખૂબ જ ઓછા સમયમાં દરેકનો ફેવરિટ શો બની ગયો છે.

રૂપાલી ગાંગુલી, અનુજ કાપડિયા અને વનરાજ શાહ સ્ટારર શોમાં ખાસ કરીને અનુપમાની પુત્રી પાખીને લઈને ઘણો ડ્રામા જોવા મળે છે.પાખી એક રીતે નેગેટિવ રોલ કરી રહી છે, જે ઘણી વખત તેની માતાની વિરુદ્ધ ઉભી રહે છે.ઘણી વખત સેલિબ્રિટીઓની લાઈફની અસર તેમની રિયલ લાઈફ પર પણ પડે છે.પાખી ઉર્ફી મુસ્કાન બામને સાથે પણ આવું જ થયું છે.

 

View this post on Instagram

 

A post shared by Muskan Bamne (@muskanbamne)


મુસ્કાન બામને ઘણીવાર પાખીના પાત્રને કારણે નફરતની કૉમેન્ટ્સનોં સામનો કરવો પડે છે.જોકે, હદ ત્યારે થઈ ગઈ જ્યારે એક યુઝરે તેની અસલી માતાને ‘મિડલ ક્લાસ’ કહીને ટ્રોલ કરી. મુસ્કાને હાલમાં જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી, જેમાં તે તેની માતા અને દાદી સાથે પોઝ આપતી જોવા મળી હતી.આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું, “મમ્મી, દાદી અને હું.”

આ તસવીર પર એક યુઝરે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું, ત્યારબાદ તેણે લોકોને વિનંતી કરી કે તેઓ માત્ર તેમની પ્રોફેશનલ લાઈફ પર જ કોમેન્ટ કરે, અંગત જીવનને તેમનાથી દૂર રાખવું જોઈએ..પાખીએ કોમેન્ટમાં કહ્યું, “મા માતા છે. મધ્યમ વર્ગ કે ઉચ્ચ વર્ગની હોતી નથી.

કૃપા કરીને તમે જે પણ કોમેન્ટ કરો તે સમજી વિચારીને કરો. હું રીયલ જીવનમાં પાખી નથી. મારું નામ મુસ્કાન છે. હું પાખી સાથે સંબંધિત પોસ્ટ કરીશ.” તો તમે તેં સંબંધિત કોમેન્ટ કરો તો ચાલશે પણ આ મારો ફેમિલી ફોટો છે.”

મુસ્કાન બામને તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. આ સાથે તેણે લખ્યું, “આજે મેં મારી માતા અને દાદી સાથેની એક તસવીર પોસ્ટ કરી હતી, તેના પર એક કોમેન્ટ આવી હતી… વાસ્તવિક જીવનમાં, તમારી માતા પણ મધ્યમ વર્ગની છે… જે કોમેન્ટ હવે કાઢી નાખવામાં આવી છે.”

Leave a reply:

Your email address will not be published.

Site Footer