હિંદુ ધર્મમાં મહાભારત ખુબ પ્રચલિત છે. મહાભારત નું યુદ્ધ કૌરવો અને પાંડવો ની વચ્ચે થયું હતું. આ કારણે જ મહાભારત યુદ્ધના કારણથી વધારે ઓળખાય છે. હિંદુ ધર્મની મહાભારતની આ કથા જેટલી રસપ્રદ છે એટલી જ ચોંકાવનારી પણ છે.
આમાં આવા ઘણા બધા પાત્રોના નામ છે જેના કારણથી મહાભારતની દરેક ઘટનાને આજે પણ યાદ કરવામાં આવે છે. આ બધા પાત્રોમાં થી એક દ્રોપદીનું પણ મુખ્ય પાત્ર માનવામાં આવે છે. તેમજ દ્રોપદીના વિવાહ પાંચેય પાંડવોની સાથે થયા હતા.
હિંદુ ધર્મની માન્યતાઓની મુતાબિક નારદજીએ પાંચેય પાંડવો અને દ્રોપદી ની વચ્ચે દરેકની સાથે રહેવાના અમુક નિયમ અને કાયદા બનાવ્યા હતા જેનું પાલન બધા પાંડવ અને દ્રોપદી સ્વયં કરતા હતા.તેમજ નારદજીના નિયમોની અનુસાર જયારે એક ભાઈ દ્રોપદી સાથે એકાંતમાં રહેતો હતો તો એ સમયે કોઈ બીજો ભાઈ જઈ શકતો ન હતો. આ નિયમને તોડવા વાળાને ૧૨ વર્ષ સુધી જંગલમાં એકલા રાગીને બ્રહ્મચારીનું જીવન વિતાવવું પડતું હતું.
આની સિવાય દ્રૌપદીએ પણ એમના પાંચેય પતિઓ સાથે અલગ જ તાલમેલ રાખ્યો હતો. જેના કારણે ક્યારેય પણ પાંડવોમાં દ્રૌપદીને લઈને વાદ-વિવાદ થતો ન હતો. ત્યારે એક વાર ભગવાન શ્રી કૃષ્ણની પત્ની સત્યભામા એ દ્રોપદીને આ ગોઠવણીનું રાજ પૂછી લીધું.
તો દ્રોપદીએ જવાબ આપતા જે કહ્યું એ કોઈ પણ છોકરી જો સમજી લે તો એનું વિવાહિત જીવન હંમેશા જ ખુશાલ રહેશે. દ્રોપદી કહે છે કે સૌથી જરૂરી છે કે તમારું ચરિત્ર સારું હોય. તેમજ છોકરીઓને વધારે દરવાજા અથવા બારીઓથી દેખ-રેખ કરવી ન જોઈએ.