પાણીપૂરી ખાતા પહેલા એકવાર જરૂરથી વિચાર કરજો નહિતો પછતાવવું પડશે, અહીં પાણીપૂરીના પાણીમાંથી મળ્યા ઇ.કોલી’ના બેક્ટરિયા…

મિત્રો રાજકોટના લોકો ફાસ્ટ ફૂડના શોખીન છે એ વાત તો જગજાહેર છે પરંતુ આ ફાસ્ટ ફૂડ તેમના માટે આફત નોંતરી શકે છે તેનો તેમને ખ્યાલ હોતો નથી. આ ફાસ્ટ ફૂડમાં ભેળસેળની ચકાસણી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન વારંવાર સેમ્પલ દ્વારા તેની તપાસ કરતાં હોય છે.

તાજેતરમાં જ તેમના દ્વારા ચોમાસામાં વધુ રોગચાળો ન ફેલાય તે માટે પાણીપુરી અને પાસપોર્ટની ૨૦ જેટલી દુકાનોમાં તપાસ હાથ ધરાઇ હતી. આ નમૂનાઓને જ્યારે લેબોરેટરીમાં ચકાસણી કરવામાં આવી

ત્યારે તે તમામ નમૂનાઓ ગુણવત્તાની દ્રષ્ટિએ તો ફેલ ગયા હતા પરંતુ તેમાંથી e coli બેક્ટેરિયાની હાજરી પણ જોવા મળી હતી. આનાથી ફૂડ પોઇઝનિંગ ઝાડા-ઊલટી અને આંતરડામાં ચાંદા પણ પડી શકે છે.

આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે ઇ કોલી બેક્ટેરિયા એવા છે જે પાણીમાં જોવા મળતા હોય છે. તે કોલેરા માટે જવાબદાર હોય છે. લેવામાં આવેલા સેમ્પલમાં પાણીપુરી માં વપરાતું પાણી પણ ખાવા લાયક ન હતું તે બાબત જાણવા મળી છે.

આ પાણી પુરી ખાવાથી બિમારી આવે તે વાત પાકી છે.આ પ્રકારની પાણીપુરી ખાવાથી રોગને નોતરૂ આપવા જેવું છે,આવી પાણીપુરી ખાવાને કારણે ઝાડા ઉલટી,ફુડ પોઇઝનીંગ થઇ શકે છે.કેટલાક કિસ્સાઓમાં આંતરડાંની બિમારી અને આંતરડાંમાં ચાંદા પણ પડી શકે છે.

આ સ્થળોની પાણીપુરીમાં મળ્યો ઇ-કોલોની બેક્ટેરીયા – જય જલારામ પાણીપુરી-પુરુષાર્થ મેઇન રોડ – જાગનાથ પ્લોટમાં આવેલી નારાયણ દિલ્હી ચાટ – ગોંડલ રોડ પર આવેલી સાધના ભેળ. – સર્વેશ્વર ચોકમાં આવેલ બોમ્બે સ્ટાઇલ ભેળવાળા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer