હિંદુ ધર્મમાં વૃક્ષ શાસ્ત્ર અનુસાર આ વૃક્ષોને માનવામાં આવે છે શુભ અને પવિત્ર

ઘરઆંગણાનાં આ શુભ વૃક્ષ એ હદે હિતકારી હોય છે કે તેને આંગણામાં ઉગાડવામાત્રથી ઘરમાં લક્ષ્‍મીનો વાસ થાય છે. ઘરની લક્ષ્‍મીનો વ્યય થતો હોય તો તે અટકી જાય છે અને ઘરના લોકોનાં સ્વાસ્થ્ય ખરાબ હોય તો તેમાં પણ સુધારો આવે છે. આપણે જાણીએ છીએ કે ઘરના આંગણામાં વૃક્ષો હોય એટલે તે આપણાં ઘરની શોભામાં વધારો કરે છે, તે ઘરના લોકોને સ્વચ્છ ઓક્સિજન પૂરો પાડે છે અને તે કારણે ઘરમાં વસતાં લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે. તો ચાલો, જાણી લઇએ વૃક્ષશાસ્ત્રની દૃષ્ટિએ કયાં એવાં વૃક્ષો છે જે તમારા ઘરમાં સુખ, શાંતિ ને સમૃદ્ધિ લાવી શકે છે.

૧. તુલસી : તુલસી ઘરના સદસ્યના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સાથેસાથે ઘરને નકારાત્મક ઊર્જાથી પણ બચાવવાનું કાર્ય બખૂબી કરી જાણે છે. વળી આપણાં શાસ્ત્રોમાં પણ તુલસીનું મહત્ત્વ વર્ણવ્યું છે. તુલસી દરેક શુભ કાર્યમાં પહેલા સ્થાને હોય છે તેથી ઘરમાં તુલસીનો છોડ અચૂક હોવો જરૂરી છે. જો ઘરમાં ગાર્ડન ન હોય તો પણ એક નાનું કૂંડું લાવીને તેમાં તુલસીનો છોડ ઉગાડવો પણ તુલસીનો છોડ દક્ષિણ દિશામાં ન રાખવો.

૨. ક્રિષ્ના તુલસી : ઘરમાં ક્રિષ્ના તુલસીનો છોડ ઉગાડવો ખૂબ જ હિતકારી છે. તે ઘરમાં આવતી નકારાત્મક ઊર્જાને ઘર સુધી પહોંચવા જ નથી દેતો. ક્રિષ્ના તુલસીનો છોડ ઉગાડવાથી તમારુ ઘર નકારાત્મક ઊર્જાથી સુરક્ષિત રહે છે ને ઘરનું વાતાવરણ શુભ બને છે.

૩.આંબો : આંબાના વૃક્ષની સાથે નાળિયેરી અને અશોક વૃક્ષ તેમજ લીમડો પણ સાથે ઉગાડવો આ ત્રણેય સાથે ઉગાડવાથી ઘરમાં ક્યારેય કોઇ જ તકલીફ નથી આવતી. સદા સમૃદ્ધિ રહે છે.

૪. દાડમ : જો ઘરની કોઇપણ વ્યક્તિ ઉપર કોઇ કર્જ ચડી ગયું હોય, પૈસાની લેતીદેતીમાં ખોટ ગઇ હોય અને દેવું વધી ગયું હોય તો ઘરના આંગણામાં દાડમનું ઝાડ ઉગાડવું. દાડમનું ઝાડ ઉગાડવાથી દેવામાંથી છુટકારો મળે છે. ઘરમાં લક્ષ્‍મીનો વાસ થાય છે અને ઘરમાં તમને તરત શુભ અસર વર્તાય છે.

૫. ક્રિષ્નકાંતા વેલ : ક્રિષ્નકાંતા વેલ પણ ઘર માટે ખૂબ શુભ છે. આ વેલને લક્ષ્‍મીનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી જો તમારા ઘરમાં ધનની અછત હોય કે ધનને લગતી કોઇપણ સમસ્યા હોય તો ઘરમાં ક્રિષ્નકાંતા વેલ જરૂર ઉગાડવી. તેનાથી તમારા ઘર ઉપર લક્ષ્‍મીની કૃપા સદાય બની રહેશે.

૬. નાળિયેરી : જેના ઘરમાં નાળિયેરીનું ઝાડ હોય તે જાતકોનું સમાજમાં હંમેશાં માન-સન્માન બન્યું રહે છે. જે જાતકો સમાજમાં, પોતાના પરિવારના સભ્યોમાં, કાર્યસ્થળ પર તેમજ પોતાના લાગતા-વળગતાં તમામ લોકોમાં પોતાનું માન-સન્માન બનાવી રાખવાની તેમજ વધારવાની ઇચ્છા રાખતાં હોય તેમણે પોતાના ઘરમાં નાળિયેરી ઉગાડવી. તેનાથી ઘરના દરેક સદસ્યના માન-સન્માનમાં વધારો થશે.

૭. શ્વેતાર્ક :

શ્વેતાર્કને ગણપતિનું વૃક્ષ કહે છે. આ ગણપતિનું મનપસંદ વૃક્ષ હતું તેથી તેને ઘરમાં ઉગાડવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. ઘરમાં નાનામોટા ઝઘડા હોય તો તે ઠીક થઇ જાય છે અને ઘરનું વાતાવરણ હંમેશાં સુખમય રહે છે.

અશોક વૃક્ષ

ઘરનાં બાળકોની બુદ્ધિ સતેજ કરવા તેમજ બાળકોને શિક્ષણમાં પ્રગતિ મેળવવા ઘરમાં અશોક વૃક્ષ જરૂર ઉગાડો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer