પોલીસ કોન્સ્ટેબલની પત્ની સાથે અફેરની ખબર પડતા જ પતિએ પ્રેમીનું માથું ધડથી અલગ કરી નાખ્યું, શરીરના કટકા કરી ઠેકાણે પાડવામાં પ્રેમિકાએ મદદ કરી…

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના એન્ટોપ હિલ વિસ્તારમાં 29 સપ્ટેમ્બરે એક મૃતદેહ મળી આવ્યો હતો. માથું કપાયેલું હતું અને શરીર અડધું બળી ગયું હતું. જે વ્યક્તિની લાશ એસીપી ઓફિસ પાસે મળી હતી, તેના હાથ-પગના બે ટુકડા થઈ ગયા હતા. શરીર બળી ગયું હતું. મૃતદેહની ઓળખ પણ થઈ શકી ન હતી, પરંતુ મુંબઈ પોલીસે આ મૃતદેહને ઓળખી જ નહી પરંતુ હવે આ હત્યાકાંડનો પણ ખુલાસો કર્યો છે.

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ સોલાપુરના રહેવાસી દાદા જગદાલે તરીકે થઈ છે. મુંબઈ પોલીસના મોટર વ્હીકલ સેલમાં તૈનાત કોન્સ્ટેબલ 45 વર્ષીય શિવશંકર તિવારીની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

હત્યા પાછળનું કારણ શિવશંકર તિવારીની પત્ની સાથે દાદા જગદાલેનું પ્રેમસંબંધ હોવાનું કહેવાય છે. આરોપ મુજબ, જ્યારે શિવશંકરને તેની પત્નીના ગેરકાયદેસર સંબંધની જાણ થઈ, ત્યારે તેણે દાદા જગદાલેની હત્યા કરી અને તેનું માથું કાપીને નાખી દીધું હતું.

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર શિવશંકરની પત્ની મોનાલી ગાયકવાડે પણ મૃતદેહના નિકાલમાં સહકાર આપ્યો હતો. પોલીસે બંનેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં કોર્ટે બંનેને 14 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.

એવું કહેવાય છે કે દાદા જગદાલેના મૃતદેહની ઓળખ કરવામાં મુશ્કેલીઓ આવી હતી. મૃતકના શરીર પર દાદાનું ટેટુ હતું. પોલીસે આ ટેટૂથી તપાસ શરૂ કરી અને ડમ્પ ડેટાની મદદથી પોલીસને એક નંબર મળ્યો જે સોલાપુરનો હતો. જ્યારે પોલીસે દાદા જગદાલેના સંબંધીઓનો સંપર્ક કર્યો, ત્યારે તેમના ગુમ થયાની પુષ્ટિ થઈ.

જ્યારે મુંબઈ પોલીસે દાદા જગદાલેના કોલ રેકોર્ડની તપાસ કરી તો જાણવા મળ્યું કે શિવશંકરે તેમને ફોન કર્યો હતો. શિવશંકરની પત્ની મોનાલીના ફોન પર દાદા જગદાલેએ અનેક કોલ કર્યા હતા. જ્યાં દાદા જગદાલેનો મૃતદેહ મળ્યો તેની આસપાસના સીસીટીવી ફૂટેજને સ્કેન કરવામાં આવ્યું ત્યારે શિવશંકરની ખાનગી કાર જોવા મળી હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer