અવાર નવાર સમાજમાં સ્ત્રીઓ ઉપર દુષ્કર્મ ના કિસ્સાઓ સામે આવતા હોય છે. આવો જ એક કિસ્સો વડોદરામાં બન્યો હતો જેમાં યુવકે પ્રાણીઓ જેવુ કૃત્ય કર્યું હતું.
યુવકે હેવાનિયતના તમામ સીમાઓ પર કરી નાખ્યા છે એવી ઘટના સામે આવી છે. દુષ્કર્મ કરનાર યુવકની ઉંમર ૩૨ વર્ષ છે જ્યારે તેણે ૫૫ વર્ષની વિધવા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું.
આ ૫૫ વર્ષીય મહિલા બે પુત્રોની માતા છે જેના બે પુત્ર ફેક્ટરીમાં કામ કરી ગુજરાન ચલાવે છે જ્યારે આ મહિલા અન્યત્ર રહી મજબૂરી દ્વારા પોતાનું જીવન વિતાવે છે.
આજે પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મહિલા સુરક્ષા ઓ ના દાવા કરી રહી હોય છે. ભારતના અગ્રણી સિટીમાં ગણાતું વડોદરા પણ હવે સુરક્ષિત નથી.
તાજેતરમાં જ વડોદરામાં આવો એક શરમજનક કિસ્સો સામે આવ્યો હતો. શું ભારત દેશમાં મહિલાઓની સુરક્ષા આવી જ રહેવાની છે કે ક્યારે આ સ્થિતિમાં સુધાર આવશે…
ગુરુવારે ગામમાં પ્રસંગ હતો જેથી આ મહિલા ત્યાં મજૂરી કરવા ગઈ હતી અને સાંજે ઘરે પરત ફરી હતી. પરંતુ રાત્રે 32 વર્ષીય યુવાને આવી મહિલા ના મોઢામાં ડૂચો ભર્યો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું ત્યાર બાદ મહિલાએ તેની મોટી બહેન ને આ સમગ્ર વાત કરી હતી
જેથી બંને બહેનોએ મહિલા અભયમ હેલ્પલાઇન માં જાણકારી હતી. જેથી મહિલા અમને ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલા ની જાળવણી કરી હતી. આમ આ બાબતે પોલીસે ગુનો નોંધી લીધો છે અને તે ૩૨ વર્ષીય યુવાનની શોધખોળ ચાલુ છે.