જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ… શુભ અંક અને શુભ રંગ સાથે! તા. ૧૮/૦૫/૨૦૨૧

મેષ- અ, લ, ઇ(Aries):

જીવનમાં કેટલાક અપ્રયત્નશીલ બદલાવ આવશે. પરિવારમાં કોઈ મહત્વપૂર્ણ વિષય પર તમારી સલાહ ને વિશેષ મહત્વ આપવામાં આવશે. સ્ત્રી માટે આજે દિવસ ખૂબ ઉત્તમ છે. દરેક પરિસ્થિતિ નો સામનો હિંમત અને સાહસથી કરશો. ધ્યાન રાખો કે નજીકનો મિત્ર કે સંબંધિત તમને દગો આપી શકે છે. સાથે જ તમારી વાણીને મધુર રાખવી જરૂરી છે. આર્થિક વિષય પર ચિંતન કરવાની જરૂર છે. શુભ અંક :- ૩ શુભ રંગ :- લાલ

વૃષભ – બ, વ, ઉ (Taurus):

આજે કોઇ મહત્વપૂર્ણ સૂચના મળવાથી મન માં પ્રસન્નતા રહેશે. સામાજિક તથા રાજનૈતિક વિસ્તાર વધશે. તમારું વર્ચસ્વ બનાવી રાખવા માટે ઉત્તમ સમય છે. નજીકના લોકો ના આગમનથી મનોરંજન માં સમય વ્યતીત થશે. બાળકના અભ્યાસને લઈને બેદરકારી ન કરવી. આજના દિવસે તેના પર અનુશાસન બનાવીને રાખવું જરૂરી છે. વ્યવસાય ગતિવિધિમાં સુધાર આવશે. શુભ અંક :- ૮ શુભ રંગ :- આસમાની

મિથુન – ક, છ, ઘ(Gemini):

ખુબ જ વ્યસ્ત હોવા છતાં આજે તમે પરિવાર સાથે સંબંધિત કાર્ય માટે સમય કાઢી લેશો, તેનાથી ઘરનું વાતાવરણ ખુશ રહશે. કોઈ અનુભવી વ્યક્તિ ની સાથે મળવાથી તમારી યોજનાઓને આગળ વધારવાની તક મળી શકે છે અને ધીરે ધીરે બધી ગતિવિધિ વ્યવસ્થિત શરૂ થઈ જશે. અપરિચિત વ્યક્તિની સાથે વ્યવહાર કરતા સમયે સાવધાન રહેવું. આજે વ્યવસાયિક ગતિવિધિ પર ઘરે રહીને કાર્ય કરવું. શુભ અંક :- 9 શુભ રંગ :- પીળો

કર્ક – દ, હ(Cancer):

વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિયોગિતા સંબંધ પરીક્ષામાં ઉચ્ચ પરિણામ મેળવી શકશે. આજે સપના સાકાર કરવા માટે નો દિવસ છે. વધુ મહેનતથી કામ કરવું આજના દિવસે ગ્રહ સ્થિતિ ઘણી સુઅવસર પ્રદાન કરશે. પતિ-પત્ની વચ્ચે સમાયોજન બનેલું રહેશે. કેટલોક સમય પરિવારની સાથે શોપિંગ, ડિનર વગેરે જેવા કાર્યોમાં વ્યક્તિત્વ કરશો. આયુર્વેદિક વસ્તુનો વધુ ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય સારું રહેશે. શુભ અંક :- ૨ શુભ રંગ :- સફેદ

સિંહ – મ, ટ(Leo):

ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં તમારી રુચિ વધવાથી તમારા વિચારો સકારાત્મક અને સંતુલિત રહેશે. આર્થિક વિષયમાં પ્રયત્ન વગર સફળતા મળવાથી મન પ્રફુલ્લિત રહેશે. આજના દિવસે ગ્રહ સ્થિતિ તમારું વ્યક્તિત્વ વધુ પ્રભાવશાળી બનાવી શકે છે. વ્યવસાયિક ગતિવિધિમાં વધુ સુધારા ની સંભાવના નથી. સ્વાસ્થ્ય ઠીક રહેશે. જમીન સંબંધિત કોઈ મોટી ડીલ થઈ શકે છે. શુભ અંક :- ૧ શુભ રંગ :- જાંબલી

કન્યા – પ, ઠ, ણ(virgo):

ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં તમને સહયોગ મળશે. અને મનમાં સેવાની ભાવના પણ રહેશે. નજીકના સબંધી સાથે ચાલી રહેલી ગેરસમજને દૂર કરવાનો આ યોગ્ય સમય છે. અનુભવી વ્યક્તિની સલાહ લેવી પણ યોગ્ય રહેશે. પારસ્પરિક સમાધાન દ્વારા પારિવારિક સમસ્યાઓ હલ કરવાનો પ્રયાસ કરો. ક્રોધ અને અહંકારને કારણે ઝઘડો વધી શકે છે.વ્યવસાયિક બાબતોમાં અત્યારે મહત્વપૂર્ણ નિર્ણયો લેશો નહીં. આ સમયે ધૈર્ય અને સંયમ રાખવાની જરૂર છે. શુભ અંક:- ૬ શુભ રંગ :- સફેદ

તુલા – ર,ત(libra):

ઘણા દિવસથી ચાલી રહેલી વ્યસ્તતા થી રાહત મેળવવા આજે તમે શાંતિપૂર્ણ દિવસ વ્યતિત કરશો. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્ય પ્રત્યે રૂચિ વધશે તથા ધાર્મિક પ્રવૃત્તિના લોકોથી મુલાકાત તમારા દ્રષ્ટિકોણમાં આશ્ચર્યજનક અને સકારાત્મક પરિવર્તન લાવશે, પરંતુ ધ્યાન રાખવું કે વધુ હોશિયાર હોવા છતાં કેટલાક કામ માં ગડબડ થઈ શકે છે. વ્યવસાયમાં કેટલાક બદલાવ જેવી પરિસ્થિતિ બની રહી છે. શુભ અંક :- ૩ શુભ રંગ :- આસમાની

વૃશ્ચિક – ન,ય(scorpio):

આજે માનસિક રૂપથી ઘણા સંતોષકારક રહેશો. ભાગદોડ ની જગ્યાએ શાંતિપૂર્ણ રીતે કામ પૂરું કરવાનો પ્રયત્ન કરવો. ક્યારેક ક્યારેક વધુ આત્મવિશ્વાસ તમારા બનતા કામમાં વિઘ્ન લાવી શકે છે. કેટલાક નજીકના લોકો સાથેની મુલાકાત તમારા મનને પ્રસન્ન કરશે તથા સકારાત્મક વાર્તાલાપ પણ થશે. વધુ વિચાર કરવામાં સમય વ્યર્થ ન કરવો. તમારા કાર્યને તરત કાર્યરત કરવાનો પ્રયત્ન કરવો. શુભ અંક :- 6 શુભ રંગ :- સફેદ

ધનુ – ભ,ફ,ઢ, ધ(sagittarius):

જીવનના પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ અને સંતુલિત વિચાર તમારા ઘણા કાર્ય અને સારી રીતે કાર્યરત કરશે. ઘણા નકારાત્મક સ્થિતિ ને પણ ઉકેલી શકશો. યુવાવર્ગ પોતાની કોઈ પરીક્ષા માં સફળ રહી શકે છે. રચનાત્મક કાર્યમાં પણ તેમની રુચિ વધી શકે છે. વ્યવસાય સંબંધિત કાર્ય પર વધુ ધ્યાન દેવું. માર્કેટિંગ સંબંધિત કામમાં ફાયદાકારક સ્થિતિ રહેશે. તમારે તમારું મનોબળ વધારવા ની જરૂર છે. શુભ અંક :- ૨ શુભ રંગ :- લીલો

મકર – ખ, જ(Capricorn):

આ સમયે તમારે રચનાત્મક કાર્યમાં વ્યસ્ત રાખશે. ઘરમાં નવીનીકરણ અને સજાવટ સંબંધિત પરિવર્તન આવશે. વ્યક્તિગત કાર્યમાં સફળતા મળવાથી માનસિક શાંતિનો અનુભવ થશે. અઘરા થી અઘરા કાર્ય તમે તમારી શક્તિ એ પૂરા કરવા ની ક્ષમતા રાખશો. આજે ગ્રહ સ્થિતિ કંઇક આ રીતે બનેલી છે, તેથી સ્વયં પર ભરોસો રાખવો. વ્યવસાય ગતિવિધિ પર વધુ ધ્યાન દેવું. કેટલાક નવા કોન્ટ્રાક્ટ મળી શકે છે. સ્વાસ્થ્ય ઠીક રહેશે. થોડી ઉધરસ, તાવ જેવી મુશ્કેલી અનુભવી શકો છો. શુભ અંક :-  ૫ શુભ રંગ :- સફેદ

કુંભ – ગ, શ, સ(Aqarius):

આજે જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્યમાં વિશેષ રુચિ રહેશે. કેટલીક નવી જાણકારી અને સમાચાર મળશે. રોકાયેલા કે ઉધાર આપેલા પૈસા પાછા મળવાની સંભાવના છે. પાર્ટનરશીપ સંબંધિત બિઝનેસમાં સાવધાની રાખવાની જરૂર છે. થોડી ઘણી બેદરકારીને કારણે સંબંધ ખરાબ થઈ શકે છે. આજે કેટલાક નવા પ્રસ્તાવ સામે આવી શકે છે. ધ્યાન રાખવું કોઈ કાનૂની વિષયમાં ન ફસાવું. સ્ત્રીઓનો માનસિક તણાવ ને કારણે હોર્મોન્સ સંબંધિત બદલાવ થઈ શકે છે. શુભ અંક :- ૧ શુભ રંગ :- સફેદ

મીન – દ, ચ, ઝ, થ(Pisces):

આજે મોટા ભાગનો સમય આધ્યાત્મિક ગતિવિધિમાં વ્યતીત કરશો તથા રોજીંદી ભાગદોડના કાર્યથી કેટલી રાહત મળશે. જો કોઈ સરકારી કામ રોકાયેલ છે, તો આજે તેના પર કાર્ય કરવું. કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ બનેલો રહેશે, પરંતુ તમારી યોજનાઓને ગુપ્ત રાખવી, કોઈ કર્મચારી તમારી ગતિ વિધિ નો દુરઉપયોગ કરી શકે છે. નબળાઈના કારણે પગમાં દુખાવો તથા થાકની મુશ્કેલી રહેશે. શુભ અંક :- ૬ શુભ રંગ :- લીલો

Leave a reply:

Your email address will not be published.

Site Footer