14 દિવસ ના લોકડાઉંન ના લીધે ગુજરાત-રાજસ્થાન બોર્ડર સીલ, એસ.ટી બસ પણ નહિ શકે

RT-PCR નેગેટિવ હોય એવાં ખાનગી વાહનોમાં જતા લોકોને જ રાજસ્થાનમાં પ્રવેશ આપવામાં આવશે. રાજસ્થાનમાં કોરોનાના કેસમાં વધારો થતાં 10 મેથી 24 મે સુધી 14 દિવસનું લોકડાઉન લાગુ કરાયું.સમગ્ર દેશમાં કોરોના મહામારી બેકાબૂ બની રહી છે.

તેનું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકારો હવે સંપૂર્ણ લોકડાઉન તરફ આગળ વધી રહી છે. એવામાં રાજસ્થાનમાં પણ કોરોનાની મહામારીના કેસમાં સતત વધોરો નોંધાઇ રહ્યો છે. જેથી રાજસ્થાન સરકારે સમગ્ર રાજ્યમાં 14 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે.

જેના પગલે આજે 10મી મેથી 24મી મે સુધી રાજસ્થાન તથા ગુજરાતની બોર્ડર સંપૂર્ણ પણે સીલ કરી દેવામાં આવી છે. સાથે જ રાજસ્થાન જતા લોકોને RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ અપાઈ રહ્યો છે.

ગુજરાત-રાજસ્થાનની બોર્ડર સીલ :- કોરોનાનું સંક્રમણ વધતા રાજસ્થાનની ગેહલોત સરકારે સમગ્ર રાજ્યમાં 14 દિવસનું લોકડાઉન લાગુ કરી દીધું છે. બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી નજીક માત્ર 6 કિ.મી. દૂર જ રાજસ્થાનની સરહદ આવેલી છે.

આજે લોકડાઉનની શરૂ થતા રાજસ્થાનની સરહદ છાપરી ચેકપોસ્ટ ઉપર સતર્કતા વધારી દેવામાં આવી છે. અંબાજી નજીક આવેલી છાપરી ચેકપોસ્ટથી તમામ વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. આ દરમિયાન ગુજરાતની એસ.ટી નિગમની બસોને પણ રાજસ્થાનમાં પ્રવેશ નહીં મળે.

જોકે આવશ્યક માલવાહક વાહનો તથા ખાનગી વાહનોમાં જતા મુસાફરોએ રાજસ્થાનમાં પ્રવેશતા પહેલા પોતાનો કોરોનાનો RT-PCR ટેસ્ટ નેગેટિવ બતાવો ફરજીયાત રહેશે અને જે લોકો જરૂરી દસ્તાવેજ નહીં બતાવે તેમણે રાજસ્થાનમાં 15 દિવસ કોરોન્ટાઇનમાં રેહવું પડશે.

રાજસ્થાનમાં લગ્ન, પાર્ટી જેવા સમારોહ પર 31 મે સુધી પ્રતિબંધ :- રાજસ્થાનમાં 10 મેથી 24 મે દરમિયાન લોકડાઉન દરમિયાન ઈમરજન્સી તથા જીવન જરૂરિયાતની સેવાઓ સિવાયની તમામ પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવશે.

લગ્ન, ડીજે, સરઘસ અને પાર્ટી વગેરેથી સંબંધિત કોઈપણ સમારોહને 31 મે સુધી મંજૂરી અપાશે નહીં. ઘરે અથવા કોર્ટ મેરેજ તરીકે લગ્નની મંજૂરી આપવામાં આવશે, જેમાં ફક્ત 11 વ્યક્તિઓ શામેલ હશે, જેની માહિતી વેબ પોર્ટલ Covidinfo. Rajasthan.gov.in પર ઉપલબ્ધ છે. તેને તમામ માહિતી આપવાની રહેશે.

તમિલનાડુ તથા મિઝોરમમાં પણ લોકડાઉન :- કોરોનાના કારણે આ વખતે આખા દેશમાં એકસાથે લોકડાઉન ન લગાવાયું હોય, પરંતુ ધીરે ધીરે આખા દેશમાં આવી સ્થિતિ બની ગઈ છે. અત્યારસુધી 18 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકડાઉન જેવા પ્રતિબંધો જાહેર કરાયા છે, જ્યારે 14 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવે છે.

ઘણાં રાજ્યો લોકડાઉન આગળ લંબાવવાનું ચાલુ રાખે છે. આમાં નવાં નામ દિલ્હી, હરિયાણા અને ઉત્તરપ્રદેશ છે. અહીં લોકડાઉન 17 મે સુધી લંબાવવામાં આવ્યું છે. સોમવારથી તામિલનાડુ, રાજસ્થાન અને પુડુચેરીમાં પણ બે અઠવાડિયાંનું લોકડાઉન શરૂ થયું છે.

જ્યારે કર્ણાટકમાં 24 મે સુધી કડક પ્રતિબંધો લાગુ રહેશે. કેરળમાં શનિવારથી 9 દિવસનું સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. તો આ તરફ પૂર્વોત્તરમાં મિઝોરમ સરકારે સોમવારથી 7 દિવસના તાળાબંધીની જાહેરાત કરી છે. 16 મે સુધી સિક્કિમમાં પ્રતિબંધો લગાવી દેવાયા છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer