દરેક લોકો ના જીવનમાં રાશીનું વિશેષ મહત્વ રહેલું હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં પુષ્યને નક્ષત્રોનો રાજા કહેવામાં આવે છે. આ નક્ષત્ર વિવિધ વાર સાથે મળીને શુભ યોગ બનાવે છે. આ વખતે 14 જુલાઇએ શનિવાર અને પુષ્ય નક્ષત્ર હોવાથી શનિ-પુષ્ય યોગ બની રહ્યો છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ શનિના અમુક ઉપાય જે કરવાથી ઘણી મુશ્કેલી થઇ શકે છે દૂર, તો ચાલો જાણી લઈએ એ રાશી વિશે વિસ્તારમાં…
મેષ રાશિ
શનિવાર ના દિવસે સુંદરકાંડ કે હનુમાન ચાલીસા નો પાઠ કરવો.
વૃષભ રાશિ
શનિ અષ્ટોત્તર શત નામાવલીનો પાઠ કરવો જોઈએ, જેનાથી તમારી સાથે થઇ રહેલી મુશ્કેલી દૂર થઇ જશે..
મિથુન રાશિ
શનિવાર ના રોજ શનિદેવને અડદની કાળી દાળ ચઢાવવી જોઈએ..
કર્ક રાશિ
શનિવાર ના દિવસે ઉપવાસ કરવો અને રાજા દશરથ કૃત શનિ સ્ત્રોતનો પાઠ કરો.
સિંહ રાશિ
શનિ પુષ્યના શુભ યોગમાં હનુમાનજીને ચોલા (પહેરણ) ચઢાવવા.
કન્યા રાશિ
શનિવાર ના દિવસે ઉપવાસ રાખવો અને શનિદેવના બીજ મંત્રોનો જાપ કરવો.
તુલા રાશિ
શનિદેવનો સરસવના તેલથી અભિષેક કરવો.
વૃશ્ચિક રાશિ
ગરીબોને જૂતાં-ચપ્પલ અને કાળાં વસ્ત્રોનું દાન કરવું શુભ માનવામાં આવે છે.
ધન રાશિ
૧૪ જુલાઈ ના દિવસે શનિ પુષ્પ નો શુભ યોગ હોવાથી સાંજે પીપળા નીચે 11 દિવા કરવા, જેનાથી દરેક મુશ્કેલી દૂર થઇ શકે છે અને સુખ ની પ્રાપ્તિ થશે.
આ દરેક ઉપાય 14 જુલાઇ ના રોજ કરવા અને એ દિવસે આખો દિવસ રહેશે શનિ-પુષ્પનો શુભ યોગ, શનિના અશુભ પ્રભાવથી બચવા કરવા આ દરેક ખાસ ઉપાય