સિંહ રાશિના લોકો માટે લાભની સ્થિતિ બનશે અને વૃષભ રાશિના લોકોએ ધન સંબંધી કામોમાં સાવધાન રહેવું

દરેક લોકોના જીવનમાં રાશીનું ખુબ જ મહત્વ હોય છે. રાશિમાં ગ્રહની દિશા સારી હોય તો વ્યક્તિના જીવનમાં પરેશાની આવતી નથી અને જો ગ્રહોની દિશા ખરાબ હોય તો વ્યક્તિને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. ગુરુએ ધન રાશિમાં પ્રવેશ કર્યો છે. આ રાશિમાં પહેલાથી જ શનિ અને કેતુ સ્થિત છે. આ ત્રણ ગ્રહોની યુતિ ધન રાશિમાં 1209 વર્ષ પછી બની છે. આ એક દુર્લભ યોગ છે. 16 ઓક્ટોબર 810 ના રોજ ગુરુ, શનિ અને કેતુનો યોગ ધન રાશિમાં બન્યો હતો. ધન રાશિનો સ્વામી ગુરુ ગ્રહ જ છે. કેતુ હંમેશાં વક્રી રહે છે. આવી સ્થિતિમાં શનિ અને ગુરુ માર્ગી રહેશે અને કેતુ વક્રી સ્થિતમાં ધન રાશિમાં રહેશે. જાણો આ ત્રણ ગ્રહોના યોગનો બધી 12 રાશિઓ પર કેવી અસર થશે?

કુંભ રાશિ :- આર્થિક લાભની સ્થિતિ બની રહી છે. સફળતાઓ મળશે. લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળ થશો. જૂની ઈચ્છાઓ પૂર્ણ થશે. પારિવારિક મામલાઓમાં સુધારો થશે.

મીન રાશિ :- આવકમાં ખોટ પડવાના યોગ નથી. સમયમાં સુધારો થશે. પાછલા વર્ષોમાં ચાલતી આવતી પરેશાનીઓનો અંત થશે. સ્વાસ્થ્યમાં સુધારો શક્ય છે.

મેષ રાશિ :- પાછલા સમયમાં થયેલાં બધા નુકસાન ફરી ભરપાઈ થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. દુશ્મનોનો નાશ થશે. સારા સમાચાર પ્રાપ્ત થશે અને સરકારથી સહયોગ મળશે.

વૃષભ રાશિ :- ધનને લગતા કામોમાં સાવધાની રાખવી પડશે. બચત પર ધ્યાન આપવું પડશે. વધુ દેખાડો કરવાથી બચવું પડશે. ધનનો સદઉપયોગ કરો અને જરૂરી કામોમાં જ વ્યય કરો.

મિથુન રાશિ :- તમારી માટે સ્થિતિ સામાન્ય રહેશે. જરૂરી કામો થતાં રહેશે અને ધનની આવક સામાન્ય રહેશે. પરિવારની સ્થિતિ સંતોષજનક રહેશે. વિવાહ વગેરે કાર્યોની બાધાઓ દૂર થશે.

સિંહ રાશિ :- આ ત્રણ ગ્રહોને લીધે લાભ થશે. વેપારમાં પ્રગતિ થશે. નોકરી કરનારા લોકોને પ્રમોશનની સાથે ધનનો લાભ થઈ શકે છે. સમય દરેક પ્રકારે ફાયદાકારક રહેશે.

કન્યા રાશિ :- પૈસાની ખોટનો સામનો કરવો પડી શકે છે. વેપારીઓને વધારે મહેનત કરવી પડશે. જમા પૂંજી ખર્ચ કરવો પડી શકે છે.

વૃશ્ચિક રાશિ :- કામ કરવાની સ્થિતિ અનુકૂળ રહેશે અને વેપાર-નોકરીમાં પ્રગતિની તકો મળશે. જાન્યુઆરી 2020ના અંતે સમય વધુ સારો બની જશે.

તુલા રાશિ :- આ સમય સારો રહેશે. સ્થિતિમાં સુધારો થશે અને પ્રમોશનની તકો મળશે અને અનેક અટકેલા કામમાં ગતિ આવશે. સમય પર લક્ષ્ય પૂરું કરવામાં સફળ થશો.

ધન રાશિ :- લાભ મળવાના યોગ છે. ધનની આવકમાં વધારો થશે અને દેવાની સ્થિતિમાંથી સુધારો થતો જશે. ધર્મના કાર્યોમાં રસ વધશે.

મકર રાશિ :- તમારી આવક પ્રભાવિત થઈ શકે છે. સંભાળીને રહેવું પડશે અને વિવાદોથી બચવું પડશે. દરેક કામને સમજી-વિચારીને કરો.

કર્ક રાશિ :- આ રાશિ માટે સમય સારો રહેશે અને બેરોજગારોને રોજગાર મળી શકે છે. નવા વસ્ત્રો અને ઘરેણાંઓ મળશે અને અન્ય ભૌતિક સુખોમાં પણ વધારો થશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer