જાણો તૌકતે વાવાઝોડું ગુજરાત માં ત્રણ દિવસ સુધી ક્યાં વિસ્તારમાં કેવી અસર કરશે

અત્યારે ગુજરાત પર તૌકતે વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આગ વધી રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર તાઉ-તે વાવાઝોડુ 17મે સાંજે અથવા તો 18મેએ ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે.

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ વાવાઝોડુ 24 કલાકમાં વધુ ખતરનાક બની શકે છે. 18મે સવાર સુધી વાવાઝોડુ પોરબંદર અને મહુવા વચ્ચે ગુજરાતના દરિયા કાંઠાને પાર કરી શકે છે.વાવાઝોડાના કારણે રાજ્યના અને વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

તાઉતે વાવાઝોડાની ગતિમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું છે. જેની કારણે રાજ્યભરમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પવન ફૂંકાવાને કારણે અલગ અલગ વિસ્તારમાં 24 ઝાડ ધરાશાઈ થઈ ગયા છે.

ગાર્ડન ડિપાર્ટમેન્ટ દ્વારા ઝાડને દુર કરવાની કામગીરી થઇ રહિ છે. તાઉ- તે વાવાઝોડાને ધ્યાનમાં લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જે 24 કલાક કાર્યરત રહેશે. આ ઉપરાંત ફાયર બ્રિગેડ વિભાગને પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.

અમદાવાદમાં બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વરસાદી છાંટા શરુ થયા હતા. જો કે, બપોર બાદ સાબરમતી, ન્યુ રાણીપ, ચાંદખેડા, મોટેરા, સરખેજ તથા વસ્ત્રાલ સહિતના વિસ્તારમાં છાંટા પડ્યા હતા.

વરસાદી છાંટા પડતા દિવસભરના ઉકળાટ બાદ અમદાવાદીઓએ થોડી રાહત અનુભવી હતી. શહેરમાં તાઉ વાવાઝોડાની અસરના પગલે હજુ 20 મે સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાદ દ્વારા કરવામાં આવી છે.

18 તારીખ ના રોજ ભાવનગર, અમરેલી બોટાદ જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદ પડવની સંભવના છે. આણંદ,અમદાવાદ, ગાંધીનગર જિલ્લાના છુટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે.

જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, મહિસાગર, ખેડા, સુરત, ભરૂચ અને વડોદરા, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં વરસાદ વરસવાની આગાહી તાજેતરમાં કરવામાં આવી છે.

19 ને બુધવાર ના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને કચ્છ જિલ્લામાં વરસાદ વરસવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer