જાણો સદગુરુએ જણાવેલ ખાસ સુત્રો જે આપણા જીવનને ખુશીપૂર્ણ બનાવે છે

જીંદગીમાં ખુશ રહેવા અને તણાવથી દૂર રહેવા માટે કેટલાક પરિવર્તનની જરૂર હોય છે. જીવનના તમામ પાસાને સમજીને સકારાત્મક વિચારો થકી સંતુષ્ટ રહેવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જીંદગીને વધુ સારી બનાવવા માટે કરવા પડતા પરિવર્તનો સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. સદગુરૂ 6 એવા સૂત્રો દર્શાવી રહ્યા છે જેને અનુસરવાથી જીંદગીમાં સરળતાથી સફળતા પ્રાપ્ત કરી શકાય છે.

સમજદારીથી જીવન જીવવાની કળા : જ્યારે તમે પોતાની અંદર પ્રેમથી ભરપુર હો ત્યારે સુખનો અનુભવ થાય છે. તેથી અન્ય લોકો સાથે પણ પ્રેમાળ સ્વભાવથી જ વર્તન કરવું. પ્રેમભર્યુ વાતાવરણ રાખવાથી તમે કોઈ અન્ય લોકોની ભલાઈ નથી કરવાના પરંતુ જીવન જીવવાની આ એક ઉત્તમ રીત છે. દુનિયાને પ્રેમભાવ વાળી બનાવવા માટે તમારે કોઈ શ્રમ કરવાની જરૂર નથી રહેતી. જીવનમાં જે કંઈપણ કરો છો તેમાં પ્રેમભાવ રાખો તેનાથી જ તમારી દુનિયા પ્રેમભાવ વાળી બની જશે. 

ખુશી ગીરવે રાખવી નહીં : મોટાભાગના લોકો પોતાના જીવવની ખુશી, શાંતિ અને પ્રેમ જાણે ગીરવે મુકતા હોય છે. જ્યારે સ્ટોક માર્કેટ ઉપર આવે ત્યારે તેઓ ખુશ થાય છે જ્યારે નીચે આવે તો દુઃખી થાય છે. જીવનમાં ખુશીથી જીવવાની ક્ષમતા આપણા ઘરના આકાર અથવા પ્રકાર પર નિર્ભર નથી હોતી. જીવનનો અસલી ગુણ તો તેનાથી નક્કી થાય છે કે તમે અંદરથી કેવા છો.

જેવી વસ્તુ હોય તેને તેની જ દ્રષ્ટિએ જૂઓ : આપણે એખ વસ્તુને સારી અને બીજીને ખરાબ ગણીએ છીએ. આ બાબત સારી ન કહેવાય. તમારે અંદરથી જ એવું હોવનું જોઈએ કે જે વસ્તુ જેવી છે તેવી અને તેના ગુણ મુજબ જોવી જોઈએ. જો કોઈ વસ્તુ જોવામાં તમે તેનાથી વિપરિત થાઓ છો એનો મતલબ એવો કે આપ કોઈ પૂર્વગ્રહોથી અથવા દુનિયામાં ભેળસેળ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો.

એક વસ્તુનો નાશ કરવો : એક મિનિટ મૌન રહીને વિચાર કરો કે કોઈ એક વસ્તુ જે તમારા જીવનમાં નકામી છે. તેને આજે જ તમારા જીવનમાંથી દૂર કરવી જોઈએ. તેના માટે એવી વસ્તુ પસંદ કરો જે તમે સરળતાથી દૂર કરી શકો. આવા નાના-નાના પગલાંથી તમારું જીવન રૂપાંતરિત થઈ શકે છે. જીવનમાં પરિવર્તન ઈચ્છતા હો તો તમે વિચારેલા કામ ઉપર અચૂક અમલ કરવો. જે વસ્તુને જીવનમાંથી જતી કરો તેનો ફરીથી ખ્યાલ કરવો નહીં. જો કોઈ વસ્તુનો નાશ કરવા માગો છો તો તેને સંપૂર્ણ નસ્ટ કરી દેવી.

એક નવી વસ્તુ શરૂ કરો : જીવનમાં ધ્યાનથી ડોકિયું કરીને જૂઓ અને નક્કી કરો કે કઈ વસ્તુનું પરિવર્તન કરવા જેવું છે. પછી તેના ઉપર કામ કરવાનું શરૂ કરી દો. જેમ કે, દર વખતે જમતા પહેલાં હું 10 સેકન્ડમાં આ ભોજન માટે આભાર વ્યક્ત કરીશ. જે મારો ભાગ બનવાનું છે અથવા તો દર વખતે કોઈ જરૂરી તત્વ જેવા કે, માટી, પાણી અને બાકીની વસ્તુઓનો ઉપયોગ કરીશ તો હું તેમાથી 1 ટકાની બચત કરીશ. આ નાની-નાની બાબતો તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે.

એક વસ્તુ હંમેશા યાદ રાખવી : એક એવી મહત્વની વાત જે દરેક વ્યક્તિએ હંમેશા યાદ રાખવી જોઈએ કે તમે નશ્વર છો. આ બાબત સમજવા માટે લોકોની જીંદગી પુરી થઈ જાય છે. જીવનની દરેક ક્ષણે આનંદ માણવો જોઈએ કારણ કે જીંદગી એક ક્ષણ પણ તમારી રાહ નથી જોતી. તેથી જીંદગીમાં ક્યારેય અણગમો, ગુસ્સો કે પછી ડિપ્રેસનમાં સમય પસાર કરવો નહીં.

Leave a reply:

Your email address will not be published.

Site Footer