મંત્રોની શક્તિને ઋષિ-મુનિઓએ પણ માની છે અને તેના વડે જ તેઓ ભગવાનનો સાક્ષાતકાર કરી શકતાં હતા. આપણા શાસ્ત્રો અને પુરાણોમાં અનેક ઉપાયો અને મંત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપાયો કરવાથી વ્યક્તિને દૈનિક જીવનમાં લાભ પ્રાપ્ત થાય છે. જેમ ઈશ્વર પર શ્રદ્ધા હોવાના કારણે વ્યક્તિ નિયમિત રીતે તેમની પૂજા-અર્ચના કરે છે તેવી જ રીતે મંત્ર જાપ પણ કરવામાં આવે તો તેનું પરીણામ અવશ્ય મળે છે. આવા જ કેટલાક ચમત્કારી મંત્રો જીવનની સમસ્યાઓને દૂર કરવા માટે સચોટ માનવામાં આવે છે. આ મંત્ર નીચે દર્શાવ્યાનુસાર છે.
૧. મંત્ર
: ક્રીં
ક્રીં ક્રીં હીં હીં હૂં હૂં દક્ષિણે કાલિકે
ક્રીં
ક્રીં હીં હીં હૂં હૂં સવાહા
દક્ષિણ
દિશા તરફ મુખ કરીને બેસવું અને પરવાળાની માળાથી રોજની 3 માળા આ મંત્રની કરવી.
૨. મંત્ર
: શૂલેન
પાહિ નો દેવિ પાહિખડગેન ચામ્બિકે
ઘન્ટા
સ્વનેન ન: પાહિ ચાપજ્યાનિ: સ્વનેન ચ
પૂર્વ
તરફ મુખ કરીને બેસવું અને લાલ વસ્ત્ર પહેરવા તેમજ 7 દિવસ સુધી 21 માળા આ મંત્રની કરવી.
૩. મંત્ર : ૐ ક્લીં એં વજ્ વૈરોચનીયે વિજયસિદ્ધિ શત્રુનાશાય ફટ્
દક્ષિણ દિશા તરફ મુખ કરીને બેસવું અને લાલ વસ્ત્ર પહેરવા. આ મંત્રની રોજ 3 માળા કરવી.
૪. મંત્ર : ૐ એં હીં ક્લીં ચામુન્ડાયૈ વિચ્ચૈ
પરવાળાની માળાથી રોજ એક માળા કરવી. આ માળા કરતી વખતે પણ મુખ પૂર્વ દિશા તરફ રાખવું અને લાલ વસ્ત્ર પહેરવા. આ તમામ મંત્રોનો જાપ ખુબજ ચમત્કારીક ફળ આપે છે. તમે ખુબજ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ માંથી કોઈ એક મંત્રનો જાપ કરો.