જ્યોતિષની ગણતરી અનુસાર શુક્ર કરશે વૃશ્ચિક રાશિમાં ગોચર, જાણો કઈ રાશીને થશે લાભ

નવગ્રહોમાં છઠ્ઠો ગ્રહ એટલે શુક્ર. શુક્રને વૃષભ અને તુલા રાશિનો સ્વામી માનવામાં આવે છે. જ્યોતિષની ગણતરી અનુસાર શુક્ર વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. શુક્ર ગ્રહને સમૃદ્ધિ અને ભૌતિક સુખનો કારક માનવામાં આવે છે. વિશેષ સંયોગ પર રાશિ પરિવર્તન કરી રહ્યો છે. તમામ બાર રાશિઓ માટે આ રાશિ પરિવર્તન સુખ, ધન, વૈવાહિક જીવન અને પ્રેમ સંબંધને પ્રભાવિત કરશે. તમારા માટે શુક્રનું આ ગોચર કેવુ રહેશે ચાલો જાણીએ.

કર્ક રાશિ : શુક્ર તમારી રાશિમાં પાંચમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન સારા સમાચાર પ્રાપ્ત થશે. આ ગોચરકાળ તમારા માટે લાભ કારક રહેશે.

સિંહ રાશિ : શુક્ર તમારી રાશિમાં ચોથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. બહાર ફરવાના યોગ સર્જાશે. ભૌતિક સુવિધાઓ પ્રાપ્ત થશે.

મેષ રાશિ : શુક્ર તમારી રાશિમાં આઠમાં ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન કેરિયરમાં સફળતા પ્રાપ્ત થશે. ધન સ્ત્રોત આવકના સાધનો મળશે. લાભ થશે.

વૃષભ રાશિ : શુક્ર તમારી રાશિમાં સાતમાં ભાવમાં ગોચર કરશે. આ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે આગળ વધવાની તક રહેશે. આ સમયે વિરોધીઓ પર વિજય મેળવી શકશો.

મિથુન રાશિ : શુક્ર તમારી રાશિમાં છઠ્ઠાભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન સ્વાસ્થ્ય સંબંધી પરેશાનિઓથી સામનો કરવાનો રહેશે.

કન્યા રાશિ : શુક્ર તમારી રાશિમાં ત્રીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન માન સન્માનની વૃદ્ધિ થશે. આર્થિક સદ્ધરતા રહેશે. પરિવાર સાથે સંબંધો સુધરશે.

ધનુ રાશિ : શુક્ર તમારી રાશિમાં 12માં ભાવમાં ગોચર કરશે આ દરમિયાન સુખ સંપત્તિ પ્રાપ્ત થશે. કાર્યસ્થળ પર કામનો ભાર હળવો થશે. સફળતા કદમો ચુમશે.

મકર રાશિ : શુક્ર તમારી રાશિમાં 11માં ભાવમાં ગોચર કરશે. આ દરમિયાન માનસિક તણાવથી દુર રહેશો. ગોચર દરમિયાન સામાજીક પ્રતિષ્ઠા મેળવી શકશો.

કુંભ રાશિ : શુક્ર તામારી રાશિમાં 10માં ભાવમાં ગોચર કરશે. આ દરમિયાન કાર્યસ્થળ પર મતભેદ થશે. શત્રુઓથી સાવધાન રહેજો. વૈવાહિક જીવનમાં ઉથલ પાથલ થશે. કોર્ટ કચેરીના ચક્કરથી દૂર રહેજો. તુલા રાશિ : શુક્ર તમારી રાશિમાં બીજા ભાવમાં ગોચર કરશે. આ દરમિયાન આર્થિક સુખ પ્રાપ્ત થશે. જીવનમાં નવી ખુશીઓ અને સંચાર આવશે. વેપાર ક્ષેત્રમાં આગળ વધશો.

વૃશ્ચિક રાશિ : શુક્ર તમારી રાશિમાં પ્રથમ લગ્નભાવમાં ગોચર કરશે. આ દરમિયાન ભૌતિક સુખ પ્રાપ્ત થશે. મનપસંદ વ્યક્તિ સાથે મિલન થશે. મનગમતી પ્રવૃત્તિ કરી શકશો.

મીન રાશિ : શુક્ર તમારી રાશિમાં નવમાં ભાવમાં ગેચર કરશે. આ દરમિયાન આર્થિક લાભ મળશે. તમે નવું ઘર કે વાહન ખરીદી શકશો. પારિવારિક જીવનમાં આવતી જવાબદારીઓ નિભાવી શકશો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer