શું તમે જાણો છો શિલાજીત ક્યાંથી મળી આવે છે? જાણો એને ઉપયોગ કરવાની યોગ્ય રીત..

શિલાજીત એક આયુર્વેદિક ઔષધી છે. શીલા એટલે પથ્થર કે પહાડ..જતું એટલે ગુંદ કે લાખ.. પ્રાચીન વૈદિક ગ્રંથો મુજબ પથ્થરમાંથી શિલાજીત બને છે. શિલાજીતનું સેવન કરવાથી શારીરિક શક્તિ માં વધારો થાય છે. આ શક્તિ વધારવા કે પુરુષોની કમજોરી દૂર કરનારી ઔષધિ છે.

શિલાજીત પ્રકૃતિએ આપેલી એક એવી ભેટ છે જેનો ઉપયોગ ભારતમાં પ્રાચીન કાળથી અલગ અલગ બીમારીઓને દુર કરવા માટે, અને આપણી શારીરિક અને માનસિક શક્તિને વધારવા માટે કરવામાં આવી રહ્યો છે. આજે અમે તમને શિલાજીત વિશે, આધુનિક અને આયુર્વેદ ના આધારે તેનું કેટલું મહત્વ છે એના વિશે જણાવીશું..

સંસ્કૃતમાં શિલાજતું, શીલા નિર્યાસ, ગિરિજ, અશમજતુ વગેરે શબ્દ શિલાજીત માટે વાપરવામાં આવે છે. હિમાચલ માં તેને સલાજીત કહે છે. શીલાજીતને ઉર્દુમાં હજરત ઉલમુસા અને અંગ્રેજીમાં આસ્ફાલ્ટ, મીનલર પિંચ, બ્લેક બિનટુ મેન જેવા નામોથી ઓળખાય છે.

ક્યાંથી મળી આવે છે શિલાજીત :- પહાડોમાં ગરમીથી રક ચીકણો ગુંદ જેવો પદાર્થ ચોક્કસ જગ્યાએ શિલાજીત નીકળે છે તે ધીમે ધીમે ત્યાં જામી જાય છે. તેને ત્યાંની પહાડી ભાષામાં પહાડ ના રુદન ના આસું પણ કહેવાય છે. જેમ આપણે ત્યાં મધ બનાવવા માટે એક ખાસ કોમ ઉનાળામાં વગડે ફરી ભેગું કરી ને વેચતી તેમ રોહતંગની આસપાસ પણ આવી જ ખાસ કોમના લોકો આ કાર્ય કરે છે. હવે થી તેને સરકારી ઠેકા રૂપે વ્યવસ્થિત રૂપે ચાલુ કરવામાં આવ્યું છે.

શુ છે શિલાજીત? :- સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે શિલાજીત એ પહાડો નો ગુંદર છે. કારણ કે જેમ વૃક્ષ ના કાપા કે ચીરા માંથી ગુંદર નીકળે એવી જ રીતે શિલાજીત પહાડો પર નીકળે ત્યારથી તેને ગુંદ માની લેવામાં આવ્યું છે..

વૈજ્ઞાનિક રૂપે :- અમે તમને જણાવી દઈએ કે શિલાજીતને પર્વતોનો પરસેવો પણ કહેવામાં આવે છે. જ્યાં જ્યાં લિગ્નાઇટ ના પહાડો જેને પથ્થર ના કોલસા કહે અથવા શીલા તૈલ.. આદિ ખનીજ પદાર્થ હોય ત્યાંથી ગરમીના દિવસોમાં એક કપિલ કે કાળા રંગ નો સ્ત્રાવ નીકળે છે જેને શિલાજીત કહેવાય છે.

ફક્ત હિમાલય જ નહીં,  તમામ પહાડો માં આ પ્રક્રિયા જોવા મળે. જે જગ્યા પર આ પ્રકારની ઉપલબ્ધી હોય ત્યાં બધેજ શિલાજીત મળી આવે છે, આ વસ્તુ ફક્ત ભારત જ નહીં વિદેશમાં પણ મળે છે. આ શીલાજીત આમ તો વનસ્પતિનું ધીમે ધીમે ભારે દબાણ અને ગરમી થી થતું વિઘટન થી થતું રૂપાંતરણ છે.

વર્ષો પહેલા દબાયેલા વૃક્ષ ના અશ્મિ ઓ માંથી દબાવ ના કારણે તે પહાડોની વચ્ચે કાણા કે ખાંચો કે તિરાડ માંથી બહાર આવે છે.. જેની અંદર અશુદ્ધ શિલાજીત, શીલતેલ, ધાતુઓના અંશ, પાર્થિવ દ્રવ્યો અને એક વિશિષ્ટ તેલ હોય છે. આયુર્વેદ ની ભાષામાં તેમાં ઔદભીક, પાર્થિવ, જંગમ એવી રીતે ત્રણેય પ્રકારના દ્રવ્યોનો અંશ છે.

કેવી રીતે કરવો ઉપયોગ :- અમે તમને જણાવી દઈએ કે એક પુખ્ત વયનો વ્યક્તિએ એક વખતમાં ૧૫૦ થી ૨૫૦ mg નું સેવન કરવું અને ખાસ ધ્યાન રાખવું કે એક દિવસમાં ૬૦૦ mg થી વધારે સેવન કરવું જોઈએ નહિ.

લીકવીડ શિલાજીત માટે એક ચમચીનો ઉંધો ભાગ અડધો ઇંચ શિલાજીત લિકવિડમાં ડુબાડી દેવો અને પછી જેટલું શિલાજીત ચમચીમાં ચીપકી જાય, તેટલું એક વખતના ઉપયોગ માટે સારું માનવામાં આવે છે. આને હુંફાળા પાણી કે દૂધની સાથે લઈ શકાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer