આજના દિવસભરના શુભ-અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

કોઈ પણ કામ કરતા પહેલા ચોઘડિયું જોવામાં આવે છે. દરેક લોકો શુભ ચોઘડિયું નું મુર્હુત જોઇને જ કોઈ પણ શુભ કાર્ય કરવાની શરૂઆત કરે છે. આજે અમે તમને આજનું પંચાંગ જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણી લઈએ ચોઘડિયા અને રાહુકાળ વિશે..

તિથિ: કારતક સુદ – 12
વિક્રમ સંવત : 2076
આજનો મંત્ર જાપ : ઓમ કૃષ્ણાય નમઃ

દિવસનાં ચોઘડિયાં :- કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ
રાત્રિનાં ચોઘડિયાં :- લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ,લાભ
શુભ ચોઘડિયાં :- શુભ- 08:13થી 09:37, ચલ- 12:23થી 13:46, લાભ- 13:46થી 15:10, અમૃત- 15:10થી 16:33, લાભ- 17:56થી 19:33, શુભ- 21:10થી 22:47
યોગ: હર્ષણ
કરણ: કૌલવ
રાહુકાળ: 09:00થી 10:00

આજનો વિશેષ યોગઃ– મન્વાદિ, પ્રબોધનોત્સવ, ગરુડ દ્વાદશી (ઓરિસ્સી. શનિ પ્રદોષ, સ્થિર યોગ 14:56થી સૂર્યોદય, વ્રજમુશળ યોગ 14:56થી સૂર્યોદય, પંચક.
આજનો પ્રયોગ :- આજે ભગવાન શ્રી ભૈરવજી તેમજ શ્રી હનુમાનજીની આરાધના કરવી તેમજ તેમના મંદિરે કે કોઈ યાચકને કાળા તલનું દાન આપવું શ્રેય માનવામાં આવે છે.
તિથિના સ્વામી :- દ્વાદશી તિથિના સ્વામી શ્રી વિષ્ણુજી છે.
તિથિ વિશેષ :- આજના દિવસે શ્રી વિષ્ણુજીનું પૂજન-અર્ચન કે તેમના સ્તોત્રનો પાઠ કરવો શ્રેયકર મનાય છે.

નક્ષત્ર :- બપોરે 14:56 સુધી ઉત્તરાભાદ્રપદ ત્યારબાદ રેવતિ.
આજની જન્મ રાશી :- આજે આખો દિવસ મીન રાશિ. આજે જન્મેલા બાળકનું નામ દ,ચ,ઝ,થ અક્ષર પરથી પાડવું.

આજની તારીખે જન્મેલી વ્યક્તિનું વર્ષ ફળ
આરોગ્ય :-
જાતકનું આરોગ્ય વર્ષ દરમિયાન મધ્યમ જણાય. તેઓને મુખ્યત્વે ઓરી-અછબડા, ગળા તેમજ માથાને લગતા રોગોનું પ્રમાણ વિશેષ જણાય.
વિદ્યાર્થી :-
 દૃઢ ઈચ્છાશક્તિ, ઉત્સાહનું પ્રમાણ વિશેષ જણાય. તેઓ રક્ષણ, ગણિત, કાયદો, જમીન વિષયક, શિક્ષણ જેવા વિષયમાં વિશેષ રુચિ હોય.
સ્ત્રી વર્ગ :- વ્યવહાર કુશળતા, કળાત્મક વૃત્તિ તેમજ પાક શાસ્ત્રના જાણકાર હોય. મહેનતુ સ્વભાવના કારણે ગૃહ અને કાર્યક્ષેત્રમાં વિશેષ ભૂમિકા ભજવે.
કૌટુંબિક :- કૌટુંબિક માન-સન્માનની જિજ્ઞાસા વધારે હોય. ન્યાયશીલતા, જવાબદારીની કૌટુંબિક લોકોનું પ્રિયપાત્ર હોય.

Leave a reply:

Your email address will not be published.

Site Footer