જાણો કેવી રીતે પડ્યું શિવજીના આ મંદિરનું નામ “સંગમેશ્વર મહાદેવ મંદિર”

દેવોના દેવ મહાદેવ ભગવાન શિવ હિંદુ ધર્મના પ્રમુખ દેવતા છે. એને ભોલેનાથ, શંકર, મહેશ, રુદ્ર, નીલકંઠ, ગંગાધર વગેરે ઘણા નામથી ઓળખવામાં આવે છે. ભગવાન શિવના અનેક નામોની જેમ આખી દુનિયામાં એના હજારો મંદિર છે. માન્યતાઓ અનુસાર દેશમાં એવા ઘણા સ્થાન છે જ્યાં શિવ શંભુ સ્વયં શિવલિંગના રૂપમાં પ્રકટ છે.

એક એવું જ સંગમેશ્વર મહાદેવ નું મંદિર પિહોવાથી ચાર કિલોમીટર દુર અરુણાય ગામમાં સ્થિત છે. જ્યાં સ્વયંભૂ શિવલિંગ સ્થાપિત કરેલી છે. દર વર્ષે ત્યાં શિવરાત્રી પર લાખો શ્રદ્ધાળુ શિવલિંગનો અભિષેક કરવા માટે દુર દુરથી આવે છે. અને દર મહીને ત્રયોદર્શી પર મંદિરમાં લોકોની ભીડ લાગી રહે છે. એ સિવાય શ્રાવણ માસમાં આખો દિવસ શ્રદ્ધાળુ મંદિરમાં પૂજા અર્ચના કરે છે. કહેવાય છે કે શિવ જેની ભક્તિથી ખુશ થઇ જાય છે એને મનવાંછીત ફળ આપે છે. તો ચાલો આજે અમે તમને આ મંદિર સાથે સંકળાયેલી અમુક ખાસ અને સરસ બાબત વિશે જણાવીશું.

માનવામાં આવે છે કે જયારે ઋષિ વશિષ્ટ અને ઋષિ વિશ્વામિત્રમાં એમની શ્રેષ્ઠતા સાબિત કરવાની જંગ થઇ તો ઋષિ વિશ્વામિત્રએ માં સરસ્વતીની મદદથી લાવેલ ઋષિ વશિષ્ટને મારવા માટે શસ્ત્ર ઉઠાવ્યું. ત્યારે માં સરસ્વતી ઋષિ વશિષ્ટને પાછા લઇ ગયા. જેના પછી ઋષિ વિશ્વામિત્રએ માતા સરસ્વતીને લોહી સહીત વહેવાનો શ્રાપ આપી દીધો.

આ શ્રાપથી મુક્તિ મેળવવા માટે માં સરસ્વતીએ શિવની આરાધના કરી હતી. ભગવાન શંકરના આશીર્વાદથી પ્રેરિત ૮૮ હજાર ઋષીઓએ યજ્ઞ દ્વારા અરુણા નદી અને સરસ્વતીનો સંગમ કરાવ્યો, જેના પછી એમને આ શ્રાપથી મુક્તિ મળી. નદીઓના સંગમના કારણે જ આ મંદિરનું નામ સંગમેશ્વર મહાદેવ પડ્યું.

લોક માન્યતા છે કે ત્યાં દર વર્ષે નાગ નાગિનનું જોડકું આવે છે અને શિવલિંગની પૂજા કરીને જતા રહે છે. ખાસ વાત એ છે કે આ જોડ્કાએ ક્યારેય કોઈને નુકશાન નથી પહોચાડ્યું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer