હવામાન ખાતાના રાહત સમાચાર, વાવાઝોડું ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. વાવાઝોડાની મધ્ય આંખ વિખેરાઈ રહી છે.

વાવાઝોડાની બહારની તરફ સર્જાયેલું મોટું વાદળ પણ નબળું પડી રહ્યું છે.વાવાઝોડું ગુજરાત માં હજુ સ્થિર છે દરમ્યાન હવામાન વિભાગ દ્વારા આજે મંગળવારે સવારે 7.30 અપાયેલા વાવાઝોડા અંગેના અપડેટ મુજબ વાવાઝોડું અમદાવાદથી દક્ષિણ પશ્ચિમમાં 230 કિમી દૂર છે જ્યારે અમરેલીથી 10 કિમી દૂર છે. વાવાઝોડું ઉત્તર તરફ જ આગળ વધવાની શક્યતા છે. સાથે જ જેમ જેમ આગળ વધે તેમ વાવાઝોડું નબળું પડવાની આગાહી કરવામાં આવી છે.

ગઇકાલે મોડીરાતથી જ ગુજરાત માં પ્રવેશ્યા બાદ વાવાઝોડું આખા રાજ્યને ઘમરોળી રહ્યું છે. તો વેરાવળ-સોમનાથમાં ગત મોડી રાતથી વીજપુરવઠો અનિયમિત થવાનો સિલસિલો યથાવત છે.

જો કેવાવાઝોડામાં કોઈનું મૃત્યુ નથી થયું. વાવાઝોડા દરમિયાં વિજય રૂપાણી પણ સતત અધિકારીઓના સંપર્ક માં હતા.અને જિલ્લાના કલેક્ટરો સાથે સંપર્કમાં હતા. કેટલાક તાલુકાઓમાં સાવચેતીના પગલાં તરીકે પાવર કટ કરવામાં આવી હતી. તો અનેક જગ્યાએ થાંભલા પડી ગયા છે.

વૃક્ષો તૂટીને રસ્તા પર પડી ગયા છે. દરિયાના મોજા 6 મીટર સુધી ઉંચા ગયા હતા. સારી વાત એ છે કે, સમગ્ર વાવાઝોડાની સ્થિતિમા હોઈ જાનહાનિના સમાચાર આવ્યા નથી. વાવાઝોડાની આંખ પણ પસાર થઈ ગઈ છે. દોઢ વાગ્યાની આસપાસ વાવાઝોડું આગળ વધ્યું હતું.

સૌથી વધારે અસર દીવ, અમરેલી, જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળી છે. આખી રાત દીવમાં અતિભારે વરસાદ ચાલુ છે અને કેટલાય વિસ્તારમાં અંધારપટ છે.હાલ પવનની ગતિ 120 થી 130 કિમી પ્રતિ કલાક છે જોકે આ ગતિ 140 કિમી પ્રતિ કલાક સુધી પહોચી શકે છે.

સૌથી વધુ પ્રભાવિત તાલુકાઓની વાત કરીએ તો, અમરેલી, ધારી, ખાંભા, અમરેલી, રાજુલા, જાફરાબાદ, મહુવા રહ્યા છે. ઉના અને ગીરગઢડામાં સૌથી વધારે અસર પડી હતી. અહી લાઈટો પણ ગઈ હતી.

પવનની સાથે ભારે વરસાદ પણ થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, વાવાઝોડું હજી આગળ વધશે. આજ સાંજ સુધીમાં ચક્રવાત આપણા રાજ્યમાંથી પસાર થશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer