ગઈ રાતે ગુજરાતમાં તાઉત્તે મચાવ્યો હાહાકાર! જાણો ક્યાં ક્યાં શુ શુ નુકશાન અને અસર થઈ?

તાઉ-તે વાવાઝોડું દીવના વણાંકબારાએ ટકરાયું હતું અને ત્યારબાદ ઉના તરફથી હાલ ભાવનગર પહોંચ્યું છે. હાલ ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વાવાઝોડાની આંખનો ભાગ પ્રવેશ્યો છે. સોમનાથ, વેરાવળ, ઉના અને કોડીનાર સહિતના દરિયાઈ વિસ્તારોમાં 130 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે

ઉના અને ગીર ગઢડામાં વૃક્ષો, વિજપોલ અને સોલાર પેનલ ધરાશાયી થયાના અહેવાલ છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાળામાં મોબાઈલ ટાવર ધરાશાયી થવાના કારણે અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે, જોકે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ.હવામાન ખાતાના અપડેટ અનુસાર, વાવાઝોડું ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. વાવાઝોડાની મધ્ય આંખ વિખેરાઈ રહી છે. વાવાઝોડાની બહારની તરફ સર્જાયેલું મોટું વાદળ પણ નબળું પડી રહ્યું છે.વાવાઝોડું ગુજરાત માં હજુ સ્થિર છે દરમ્યાન હવામાન વિભાગ દ્વારા આજે મંગળવારે સવારે 7.30 અપાયેલા વાવાઝોડા અંગેના અપડેટ મુજબ વાવાઝોડું અમદાવાદથી દક્ષિણ પશ્ચિમમાં 230 કિમી દૂર છે જ્યારે અમરેલીથી 10 કિમી દૂર છે. વાવાઝોડું ઉત્તર તરફ જ આગળ વધવાની શક્યતા છે.

સાથે જ જેમ જેમ આગળ વધે તેમ વાવાઝોડું નબળું પડવાની આગાહી કરવામાં આવી છે. હાલ પવનની ગતિ 120 થી 130 કિમી પ્રતિ કલાક છે જોકે આ ગતિ 140 કિમી પ્રતિ કલાક સુધી પહોચી શકે છે.

હાલ, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડાની આંખ (કેન્દ્ર) સંપૂર્ણપણે જમીન પર આવી જવાથી અને હવે સાયકલોનનો પાછળનો ભાગ પણ જમીન પર આવી જવાથી હવે ‘અતિ તીવ્ર’ માંથી ‘તીવ્ર’ કેટેગરીમાં સાયકલોનને રાખી દેવામાં આવ્યું છે, એટલે હવે થોડા અંશે નબળુ પડતું જશે તેવા અહેવાલ મળી રહ્યા છે. સવાર સુધીમાં હજુ થોડી વધુ તીવ્રતા ઓછી થશે.

ભાવનગરમાં જિલ્લામાં હાલ પવનની ગતિ વધતી જાય છે. પાલિતાણામાં ૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપ, મહુવામાં ૧૫૦ કિમી પ્રતિ કલાક તો અલંગના ૧૨૫ કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાય રહ્યો છે.

મોડી રાત્રે ૧.૪૫ કલાકે રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. આ સાથે અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ થયા હોવાની ફરીયાદો મળી હતી.

ગુજરાતના અમરેલી, વેરાવળ, જૂનાગઢ, ભાવનગરમાં 3 કલાકમાં વાવાઝોડાની વધુ અસર જોવા મળી હતી. અમરેલી અને ઉનામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. ભારે પવનના કારણે 200થી વધુ વૃક્ષો ધરાશાયી થઈ જતા તંત્ર કામે લાગ્યું છે. જ્યારે ભારે પવન સાથે વરસાદના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે. રાત્રિના 8 વાગ્યાથી વીજળી ગુલ થઇ ગઇ છે. સાંજના 6 વાગ્યા બાદ પવનની ગતિ વધી છે. તોફાની પવન ફૂંકાય રહ્યો છે.

130થી વધુની સ્પીડે પવન ફૂંકાઇ રહ્યો છે. ઉના, દિવ, વણાંકબારા, દેલવાડા સહિતના આસપાસના વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં વાવાઝોડાની અસર થઇ છે. અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. પરિસ્થિતિ અતિ ગંભીર બની છે. સાચો ચિતાર સવારે ખબર પડે. જૂનાગઢ જિલ્લાના ચોરવાડમાં નારીયેળીનું ઝાડ પડતા 2 માળનું મકાન ધરાશાયી થયું.

સવારે ૬ થી રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં ગુજરાતના ૭૮ તાલુકામાં ૬ ઇંચ સુધીનો વરસાદ

અહી લાઈટો પણ ગઈ હતી. પવનની સાથે ભારે વરસાદ પણ થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, વાવાઝોડું હજી આગળ વધશે. આજ સાંજ સુધીમાં ચક્રવાત આપણા રાજ્યમાંથી પસાર થશે. હજી આવવતીકાલે સાંજ સુધી સાવચેતી રાખવાની છે.

વલસાડ : ઉમરગામમાં રાત્રે ૮ થી ૧૦ વચ્ચે ત્રણ ઇંચ સાથે દિવસનો કુલ છ ઇંચ વરસાદ વરસ્યો, વલસાડ શહેરમાં દોઢ ઇંચ વરસાદ

ગીર સોમનાથ : ઉનામાં બે કલાકમાં દોઢ ઇંચ સાથે દિવસનો કુલ અઢી ઇંચ વરસાદ, ગીર ગઢડામાં સવા ઇંચ વરસાદ

ભાવનગર : મહુવામાં બે કલાકમાં એક ઇંચ સાથે દિવસનો કુલ અઢી ઇંચ વરસાદ, પાલિતાણામાં એક ઇંચ વરસાદ

સુરત : શહેરમાં એક ઇંચ, કામરેજમાં સવા ઇંચ વરસાદ

રાજકોટ : રાત્રે ૮ થી ૧૦ વાગ્યા વચ્ચે લોધિકમાં ૮ મીમી., વીંછિયામાં ૬ મીમી., જસદણમાં ૯ મીમી. વરસાદ નોંધાયો
મોરબીમાં ૯ મીમી વરસાદ થયો છે.


સૌથી વધુ પ્રભાવિત તાલુકાઓની વાત કરીએ તો, અમરેલી, ધારી, ખાંભા, અમરેલી, રાજુલા, જાફરાબાદ, મહુવા રહ્યા છે. ઉના અને ગીરગઢડામાં સૌથી વધારે અસર પડી હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer