શુક્રવાર ૮ નવેમ્બર ના રોજ તુલસી પૂજન કરવામાં આવશે. હિંદુ ધર્મ માં તુલસી પૂજન નું વિશેષ મહત્વ હોય છે. મુખ્ય રૂપ થી હિંદુ પરિવાર ના ઘરના આંગણ માં તુલસી માતા નો છોડ જરૂર લાગેલો હોય છે. ઘરમાં ભગવાનની પૂજા સિવાય દરેક દિવસ તુલસી પૂજાનું પણ વિશેષ મહત્વ હોય છે. વિશેષ રૂપથી કાર્તિક મહિનાની દેવઉઠ્ની એકાદશી ના દિવસે તુલસી વિવાહનો ઉત્સવ ઉજવવામાં આવે છે. ૮ નવેમ્બરના રોજ દેવઉઠની એકાદશીના દિવસે તુલસી પૂજન પછી તુલસી વિવાહ થશે. ૪ મહિનાની નિદ્રા પછી ભગવાન વિષ્ણુ કાર્તિક મહિનાની એકાદશી ના દિવસે જાગે છે, જે પછી દરેક દેવી દેવતા ખુશીમાં દેવ દિવાળી ઉજવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સૌથી પ્રિય તુલસી માતા ના વિવાહ પણ ભગવાન શાલિગ્રામથી થાય છે. ધાર્મિક શાસ્ત્રોમાં આ દિવસે તુલસીજી નું પૂજન શુભ માનવામાં આવે છે.
તુલસી પૂજન
જે વ્યક્તિઓ નું વૈવાહિક જીવન સરખું ન ચાલી રહ્યું હોય એને એમના સુખી દાંપત્ય જીવન માટે તુલસી વિવાહ કરવા જોઈએ. જે યુવાનો ના વિવાહમાં અડચણ આવી રહી હોય એ યુવાનોએ પણ તુલસી વિવાહ કરાવવા જોઈએ.
અટકી ગયેલા કાર્યો પુરા કરવા માટે આ દિવસે વિષ્ણુ ભગવાનના મંદિર માં એક નારિયેળ અને બદામ ચડાવવી જોઈએ. આ ઉપાય ને કરવાથી દરેક અટકાયેલા કાર્ય બનવા લાગશે અને સુખ ની પ્રાપ્તિ થશે.
તુલસી પૂજન ના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરતા સમયે અમુક પૈસા વિષ્ણુ ભગવાનની તસવીરની પાસે રાખવા જોઈએ. પૂજન કરીને પછી આ પૈસા તમારા પર્સ માં પાછા રાખી લેવા. એવું કરવાથી આર્થિક લાભ થાય છે.
તુલસી પૂજન ના દિવસે ભગવાન વિષ્ણુ નો કેસર મિશ્રિત દૂધ થી અભિષેક કરવો જોઈએ. એવું કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને દરેક ઈચ્છાઓ ને પૂરી કરે છે.
ધાર્મિક શાસ્ત્રો અનુસાર તુલસી પૂજનના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ. એવું કરવાથી પરિવારિક જીવનમાં સુખની પ્રાપ્તિ થાય છે.