જાણો ભગવાન વિષ્ણુના અદભુદ અને ચમ્ત્કારી મંદિર વિશે

ભારત દેશમાં ભાગ્યે જ કોઇ પણ વ્યક્તિને ખબર હશે કે ભગવાન વિષ્ણુને એક જગ્યાએ મનુષ્ય ના રૂપ ની અંદર જન્મ લીધો હતો. અને લોકોને પોતાની અનુભૂતિ નો અહેસાસ કરાવ્યો હતો ભગવાન વિષ્ણુએ જ્યારે મનુષ્ય રુપમાં અવતાર લીધો હતો. ત્યારે તેણે એક મેદાનની અંદર પોતાના નખ વડે જ ખૂબ મોટું સરોવર બનાવ્યું હતું. માન્યતાઓ અનુસાર આ અવતારી પુરૂષ ને ભગવાન વિષ્ણુનો અંશ માનવામાં આવે છે અને આ જગ્યાએ ભગવાન વિષ્ણુનું એક અજોડ મંદિર બનાવવામાં આવ્યું છે.

ભગવાન વિષ્ણુ ના અમે જે ચમત્કારી મંદિર અને રૂપ વિશે વાત કરી રહ્યા છીએ તે મંદિર હકીકતમાં માઉન્ટ આબુ પર આવેલા દેલવાડાના જૈન મંદિરોના નામ થી ઓળખવામાં આવે છે. માઉન્ટ આબુ પર કુલ પાંચ મંદિરોનો સમૂહ આવેલો છે. જેમાં ત્રણ મંદિરો ખૂબ ખાસ છે. માઉન્ટ આબુ પર આવેલા આ મંદિરોને કુલ 48 સ્તંભ ઉપર બનાવવામાં આવ્યા છે. આ મંદિરની અંદર અનેક પ્રકારની સુંદર નક્શી કરવામાં આવી છે આ મંદિરને રાજસ્થાનનો તાજ મહેલ પણ કહેવામાં આવે છે.

આ મંદિરની દરેક દીવાલ ઉપર ખૂબ જ સુંદર કલાક્રુતિ કરવામાં આવી છે. આ મંદિર સાથે અનેક એવી કહાનીઓ અને માન્યતાઓ જોડાયેલી છે કે, જે લોકોના માનવામાં પણ ન આવી શકે અહીંયાના લોકોની એવી માન્યતા છે કે ભગવાન વિષ્ણુને આ જગ્યાએ બાલમ રશિયાના રૂપમાં અવતાર લીધો હતો ભગવાન વિષ્ણુના અવતાર પાટણની અંદર રહેતા એક સામાન્ય પરિવારના ઘરમાં થયો હતો અને ત્યારબાદ પાટણના મહારાજ વસ્તુપાળ અને તેના મંત્રી તેજપાળ દ્વારા માઉન્ટ આબુ પર આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

જ્યારે મહારાજાએ આ મંદિર બનાવવાનું શરૂ કર્યું ત્યારે બાલમ રશિયા આ મંદિરની રૂપરેખા લઈ અને મહારાજ પાસે પહોંચી ગયો હતો. ત્યારે મહારાજને આ મંદિરની ભવ્યતા જોઇ અને ખૂબ ખુશ થઈ ગયા હતા. અને કહ્યું હતું કે જો તે આવા મંદિરનું નિર્માણ કરે તો તે પોતાની પુત્રીને તેની સાથે પરણાવશે ભગવાન વિષ્ણુના અવતાર એવા બાલમે મહારાજાના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો હતો. અને માઉન્ટ આબુ પર આવા જ એક ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું હતું.

પૌરાણિક કથા અનુસાર મહારાજા વસ્તુપાલના માતાને આ લગ્ન મંજુર ન હતા અને આથી જ તેણે લગ્ન કરવા માટે બાલમ રશિયા સામે એવી શરત રાખી હતી કે જો તે સૂરજ ઊગ્યા પહેલાં માઉન્ટ આબુ પર એક તળાવ બનાવી દે તો તે પોતાની પુત્રીના લગ્ન તેની સાથે અવશ્ય કરાવશે. આ વાત સાંભળીને માત્ર થોડા જ સમયની અંદર તે જગ્યાએ ખૂબ મોટા સરોવર ની રચના કરી દીધી. આ જોતા જ મહારાજા વસ્તુપાળ અને તેની માતા બંને ખુશ થઈ ગયા. અને તેણે પોતાની દીકરીના લગ્ન બાલમ રશિયા સાથે કરાવી દીધા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer