તમે બધા ઘણી પૌરાણિક કથા વિશે જાણતા જ હશો, આજે આપણે તુલસીદાસ ની પૌરાણિક કથા વિશે વિસ્તારમાં જાણીએ. શ્રીરામચરિત માનસ લખતી દરમિયાન તુલસીદાસે લખ્યું-
सिय राम मय सब जग जानी;
करहु प्रणाम जोरी जुग पानी!
અથવા
‘બધામાં રામ છે અને આપણે એમને હાથ જોડીને પ્રણામ કરવું જોઈએ.’
આ લખ્યા પછી તુલસીદાસજી જયારે એમના ગામ જઈ રહ્યા હતા તો કોઈ બાળકે બોલાવ્યા – ‘મહાત્માજી ત્યાંથી નહિ જતા.’ બળદ ગુસ્સામાં છે અને તમે લાલ વસ્ત્ર પણ પહેરી રાખ્યા છે.
તુલસીદાસજીએ વિચાર કર્યો કે કાલનો બાળક આપણને ઉપદેશ આપી રહ્યો છે. હમણાં તો લખ્યું હતું કે બધામાં રામ છે. હું એ બળદને પ્રણામ કરીશ અને જતો રહીશ. પરંતુ થોડા જ આગળ વધ્યા અને બળદે એને માર્યું અને એ પડી ગયા. કોઈ પણ રીતે એ પાછા ત્યાં પહોચી ગયા, જ્યાં શ્રીરામચરિત માનસ લખી રહ્યા હતા. સીધા ચોપાઈ પકડી અને જ્યાં એને ફાડવા જઈ રહ્યા હતા કે શ્રી હનુમાનજીએ પ્રગટ થઈને કહ્યું કે તુલસીદાસજી, આ શું કરી રહ્યા છો? તુલસીદાસજીએ ક્રોધપૂર્વક કહ્યું, આ ચોપાઈ ખોટી છે અને એમણે બધું વૃતાંત કહી સંભળાવ્યું.
હનુમાનજીએ હસીને કહ્યું – ચોપાઈ તો એકદમ સાચી છે. તમે બળદમાં તો ભગવાનને જોયા, પરંતુ બાળકમાં કેમ ન જોયા. એમાં પણ તો ભગવાન હતા. એ તો તમને રોકી રહ્યા હતા, પરંતુ તમે જ ન માન્યા.
તુલસીદાસજી ને એક વાર પાછા ચિત્રકૂટ પર શ્રીરામે દર્શન આપ્યા હતા ત્યારે પોપટ બનીને હનુમાનજી એ દોહા વાંચ્યા હતા.
चित्रकूट के घाट पर भई संतन की भीड़,
तुलसी दास चंदन घीसे तिलक करें रघुबीर।