આપણા દેશ ભક્તિ નો દેશ ગણવામાં આવે છે. આપણા દેશમાં મંદિરોની સંખ્યા પણ હજારો જોવા મળે છે. ભગવાનને પ્રસન્ન કરવા માટે આપણે બધા વ્રત ઉપવાસ કરીએ છીએ. કારતક મહિનાની સૂદ તિથિની ચૌદશને વૈકુંઠ ચતુર્દશી કહેવામાં આવે છે. આ દિવસે વૈકુંઠાધિપતિ ભગવાન વિષ્ણુની પૂજાનો વિધાન છે. આપણામાંથી ઘણા લોકો ભગવાન મહાદેવ ના ભક્ત હશે. આ વખતે આ તહેવાર 10 નવેમ્બર, રવિવારના છે એટલે કે આજે જ છે.
એવી માન્યતા છે કે ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ સૃષ્ટિનો ભાર ભગવાન શિવને આપી દે છે. આ ચાર મહિનામાં સૃષ્ટિનું સંચાલન શિવ જ કરે છે. ચાર મહિના સૂઈને ઊઠ્યા પછી દેવઉઠની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ જાગે છે અને વૈકુંઠ ચતુર્દશીના દિવસે ભગવાન શંકર સૃષ્ટિનો ભાર ફરીથી ભગવાન વિષ્ણુને સોંપે છે. આ દિવસે શ્રીહરી વિષ્ણુની ઉપાસના કરવાથી તેમને પ્રસન્ન કરી શકાય છે.
ક્યારે છે વૈકુંઠ ચતુર્દશી?
વૈકુંઠ ચતુર્દશી 2019 તિથિ- 10 નવેમ્બર વૈકુંઠ ચતુર્દશી
વૈકુંઠ ચતુર્દશી નિશીતાકાલ- રાત્રે 11 વાગે અને 39 મિનિટથી 12 કલાક 32 મિનિટ સુધી (11 નવેમ્બર 2019)
ચતુર્દશી તિથિ પ્રારંભ – સાંજે 4 વાગે 33 મિનિટથી (10 નવેમ્બર 2019 ના રોજ)
ચતુર્દશી તિથિ સમાપ્ત – પછીના દિવસે સાંજે 6 વાગ્યાને 2 મિનીટ સુધી (11 નવેમ્બર 2019)
શાસ્ત્રો મુજબ, આ દિવસે કરેલું દાન, જાપ વગેરેનો 10 યજ્ઞો સમાન ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસ જો કૃતિકા નક્ષત્ર હોય તો આ મહાકાર્તિકી હોય છે, ભરણી હોય તો વિશેષ ફળ આપે છે અને જો રોહિણી હોય તો તેનું ફળ હજુ વધી જાય છે.
વૈકુંઠ ચતુર્દશીની પૂજાવિધિ
આ દિવસે સવારે સ્નાન કરીને અને
સ્વસ્થ બનીને આખો દિવસ વ્રત રાખવું જોઈએ અને રાતમાં ભગવાન વિષ્ણુની કમળના ફૂલોથી
પૂજા કરવી જોઈએ
અને તેના પછી ભગવાન શિવની પૂજા કરવી
જોઈએ.
જે વ્યક્તિ સંપૂર્ણ કારતક મહિનામાં સ્નાન કરે છે, તેમનો નિયમ કારતક પૂનમના દિવસે પૂરો થાય છે. કારતક પૂનમના દિવસે શ્રીસત્યનારાયણ વ્રતની કથા સાંભળવામાં આવે છે. સાંજના સમયે મંદિરો, ચાર રસ્તા, પીપળાના વૃક્ષ તથા તુલસીના છોડ પાસે દીપ પ્રગટાવવામાં આવે છે અને નદીઓમાં દીપદાન કરવામાં આવે છે.