હવામાન ખાતાના અપડેટ અનુસાર, વાવાઝોડું ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. વાવાઝોડાની મધ્ય આંખ વિખેરાઈ રહી છે. વાવાઝોડાની બહારની તરફ સર્જાયેલું મોટું વાદળ પણ નબળું પડી રહ્યું છે.
વાવાઝોડું ગુજરાત માં હજુ સ્થિર છે દરમ્યાન હવામાન વિભાગ દ્વારા આજે મંગળવારે સવારે 7.30 અપાયેલા વાવાઝોડા અંગેના અપડેટ મુજબ વાવાઝોડું અમદાવાદથી દક્ષિણ પશ્ચિમમાં 230 કિમી દૂર છે જ્યારે અમરેલીથી 10 કિમી દૂર છે. વાવાઝોડું ઉત્તર તરફ જ આગળ વધવાની શક્યતા છે. સાથે જ જેમ જેમ આગળ વધે તેમ વાવાઝોડું નબળું પડવાની આગાહી કરવામાં આવી છે.
હાલ પવનની ગતિ 120 થી 130 કિમી પ્રતિ કલાક છે જોકે આ ગતિ 140 કિમી પ્રતિ કલાક સુધી પહોચી શકે છે.આ દરમિયાન સમાચાર સામે આવી રહ્યા છે કે મુંબઈમાં ખરાબ હવામાનના કારણે દરિયામાં એક જહાજ ડૂબી ગયું છે. મુંબઈથી 175 કિમી દૂર હીરા ઑયલ ફીલ્ડ્સની પાસે તાઉતેના કારણે ફસાયેલું ભારતીય જહાજ P-305 દરિયામાં ડૂબ્યું છે.
ભારતીય સેનાએ આમાં ફસાયેલા 146 લોકોને બચાવી લીધા છે, જ્યારે 170થી વધારે ગુમ છે. આ જગ્યાએ બીજુ એક ભારતીય જહાજ ફસાયેલું છે. આમાં ફસાયેલા લોકોને બચાવવા માટે INS કોલકાતાને મોકલવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આમાં 137 લોકો મુસાફરી કરી રહ્યા હતા.
આમાંથી 38ને સુરક્ષિત નીકાળી લેવામાં આવ્યા છે. ભારતીય નૌસેનાના પ્રવક્તા કમાન્ડર વિવેક મઘવાલે જણાવ્યું કે, “બોમ્બે હાઈ વિસ્તારમાં આવેલા હીરા તેલ ક્ષેત્રમાં જહાજ P-305ની મદદ માટે INS કોચીને મોકલવામાં આવ્યું હતુ. INS તલવારને પણ સર્ચ અને રેસ્ક્યુ ઑપરેશન માટે સજ્જ કરવામાં આવ્યું હતુ.