જાણો વૃક્ષ શાસ્ત્ર અનુસાર આ વૃક્ષોને માનવામાં આવે છે શુભ

વૃક્ષશાસ્ત્રમાં વિગતે આપણને જાણવા મળે છે કે ઘર કે ઓફિસમાં કેવા પ્રકારનાં વૃક્ષો, છોડ અને વેલા ઉગાડવાથી મનુષ્યજીવનમાં કેટલી પ્રગતિ થાય અને શું સકારાત્મક પ્રભાવ પડે છે. આપણે પણ એ વિશે જ વાત કરવાની છે. ઘરમાં કયાં વૃક્ષો ઉગાડવાથી તમારા ઘરમાંથી નકારાત્મકતા દૂર રહે છે.

લીમડો : લીમડાને ચમત્કારી વૃક્ષ માનવામાં આવે છે. લીમડાને દેવી દુર્ગાનું રૂપ માનવામાં આવે છે. આ વૃક્ષ ઘરમાં ઉગાડવાથી ઘરમાંથી લક્ષ્‍મીનો વ્યય નથી થતો તેમજ મહદંશે ઘરમાં ચોર અને બદઇરાદાથી આવતા લોકોથી બચી શકાય છે. વળી આ ઝાડ ઘરને ભૂતપ્રેતથી સુરક્ષિત રાખે છે. લીમડાનું ષધીય મહત્ત્વ પણ ઘણું છે.

કેળાંનું ઝાડ : કેળાંના ઝાડને પણ ઘણું જ પવિત્ર માનવામાં આવે છે. કેટલાંય ધાર્મિક કાર્યમાં કેળાંનો તેમજ કેળાંનાં પાનનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્‍મીને કેળાંનો ભોગ ધરાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નોકરી-ધંધામાં જો પ્રગતિ મેળવવી હોય તો ઘરમાં કેળાંનું ઝાડ ઉગાડી હંમેશાં તેની પૂજા કરવી જોઇએ. આમ કરવાથી હંમેશાં નોકરી-ધંધામાં પ્રગતિ થાય છે.

નાળિયેરીનું વૃક્ષ : હિન્દુ ધર્મમાં નાળિયેર વગર કોઈ કામ શરૂ નથી થતું. આપણે સારું કાર્ય કરવાની શરૂઆત કરીએ તે પહેલાં નાળિયેર જરૂર વધેરીએ. સગપણ કરવાનું હોય ત્યારે સવા રૂપિયો ને નાળિયેર આપી વાત પાક્કી કરવામાં આવે છે. બહારગામ સારા કામ માટે કે યાત્રા માટે જતા હોય તો પણ શ્રીફળ આપવામાં આવતું હોય છે. આમ, નાળિયેરનું ધર્મમાં આગવું મહત્ત્વ રહ્યું છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જેમ તુલસી વગર દરેક ધાર્મિક કાર્ય અને શુભ કાર્ય અધૂરું છે તેમ નાળિયેર વગર પણ દરેક કાર્ય અધૂરું છે. પૂજામાં નાળિયેરને કળશમાં પાણી ભરીને તેની ઉપર રાખવામાં આવે છે. આ લગભગ દરેક પૂજામાં આપણે જોયું હશે, કારણ કે તે શુભ પ્રતીક છે. વૃક્ષશાસ્ત્રમાં કહેવાયું છે કે આ રીતે કળશ ઉપર નાળિયેર રાખી તમે દેવતાઓને આવકાર આપો છો. જેમ નાળિયેર શુભ કાર્ય માટે મહત્ત્વનું છે તેમ જ નાળિયેરી પણ ઘર માટે ખૂબ જ લાભદાયી છે. બધા લોકોએ પોતાના ઘરમાં એક નાળિયેરનું ઝાડ તો અવશ્ય ઉગાડવું જ જોઇએ. નાળિયેરીની આવરદા ૮૦ વર્ષની હોય છે. આ વૃક્ષમાં દસ વર્ષે ફળ આવે છે. જે ઘરના સભ્યોને નાનીમોટી બીમારી રહેતી હોય તે ઘરમાં નાળિયેરી ઉગાડવામાં આવે તો આ તકલીફમાંથી તેમને તરત છુટકારો મળે છે તેમજ આ વૃક્ષથી ઘર પણ નકારાત્મક ઊર્જાથી બચી જાય છે.

દાડમ : દાડમના ઝાડથી એક તરફ જ્યાં સકારાત્મક ઊર્જાનો પ્રવેશ તમારા ઘરમાં થાય છે તો બીજી તરફ આ વૃક્ષમાં ષધીય ગુણો પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. આપણે પૂજા સમયે જે પાંચ ફળ ભગવાનને અર્પણ કરીએ છીએ તેમાં દાડમને ચોક્કસ મૂકવામાં આવે છે. કહેવાય છે કે ઘરના બગીચામાં જો દાડમનું ઝાડ ઉગાડવામાં આવે તો ઘરમાં હંમેશાં સકારાત્મક ઊર્જા આવતી રહે છે. તમે આ રીતે ભગવાન શિવ અને ગણેશને પ્રસન્ન કરશો અને તમને હંમેશાં સુખની પ્રાપ્તિ થશે તેમજ દાડમના વૃક્ષથી ઘરના સભ્યોને લોહીને લગતી કોઇ બીમારી નહીં થાય. દાડમમાં ષધીય ગુણો પણ ઘણા છે, જે વ્યક્તિને લોહીની કમી હોય તે રોજ દાડમનું જ્યૂસ પીશે તો આ તકલીફ દૂર થશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer