જ્યોતિષશાસ્ત્ર ની અંદર જણાવવામાં આવ્યું છે કે થેલીની અંદર રહેલી રેખાઓ વ્યક્તિના ભાગ્ય વિશે ઘણું બધું કહી જતી હોય છે. તેવી જ રીતે વ્યક્તિના હથેળીનો રંગ તે વ્યક્તિના વ્યક્તિત્વ અને સ્વભાવ થી જોડાયેલા અને બધા જ ઉજાગર કરે છે. આ ઉપરાંત અમારા હથેળીનો રંગ તમારા વિતેલા ભૂતકાળ વિશે પણ ઘણી બધી વસ્તુઓ કહી જતો હોય છે.
જો તમે યોગ્ય રીતે નિરીક્ષણ કર્યું હોય તો તમારા હાથની હથેળીઓમાં રહેલી રેખાઓ કાયમી માટે એકસરખી રહેતી નથી અને તે ધીમે ધીમે સમય જતા બદલાતી રહેતી હોય છે. હથેળી ની રેખામાં થતા આ બદલાવ ના આધારે પણ તમે તમારા વિશે ઘણી બધી વસ્તુઓ જાણી શકો છો.
આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ સમુદ્ર શાસ્ત્ર ની અંદર બતાવવામાં આવેલી અમુક એવી વસ્તુઓ કે જેના દ્વારા તમે પણ તમારી હથેળી ઉપરથી જાણી શકો છો તમારા ભવિષ્યને. ગુલાબી રંગની હથેળી જે વ્યક્તિના હથેળીનો રંગ ગુલાબી હોય છે
તે વ્યક્તિઓ પોતાના જીવનની અંદર ક્યારે પણ ધનની ઉણપ નો સામનો કરતો નથી. આ ઉપરાંત આ વ્યક્તિઓ કાયમી માટે પરિવર્તનશીલ હોય છે. અને તે પોતાના જીવનમાં પરિવર્તન ખૂબ વધુ મહત્વ આપતા હોય છે. આ ઉપરાંત આવા વ્યક્તિઓ ખૂબ જ સરળ સ્વભાવના અને ક્ષમાશીલ હોય છે.
સફેદ રંગની હથેળીઓ જે વ્યક્તિઓને હથેળીઓ સફેદ રંગની હોય છે. તેનો સ્વભાવ વધુ આધ્યાત્મિક હોય છે અને આવા વ્યક્તિઓને ધાર્મિક કાર્યો ની અંદર વધુ રુચિ હોય છે. સફેદ રંગની હથેળી ધરાવતા વ્યક્તિઓ વધુ શાંતિપ્રિય હોય છે અને તે બીજા કોઈ પણ વ્યક્તિનું દુઃખ જોઈ શકતા નથી.
કાળા કે ભૂરા રંગની હથેળી જે વ્યક્તિઓના હથેળીનો રંગ કાળો અથવા તો ભૂરા રંગનો હોય તે વ્યક્તિઓના હથેળીને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આવી હથેળી ધરાવતા વ્યક્તિઓ ખૂબ જ ખરાબ સ્વભાવના હોય છે અને આવા વ્યક્તિઓ પોતાના જીવનમાં ક્યારેય કામયાબી હાસિલ કરી શકતા નથી.
લાલ રંગ ની હથેળીજે વ્યક્તિઓના હથેળીનો રંગ લાલ હોય છે તે વ્યક્તિઓ ખૂબ જ ધનવાન અને સૌભાગ્યશાળી હોય છે. આવા વ્યક્તિઓ ની પ્રસંશા શાસ્ત્રોની અંદર પણ કરવામાં આવી છે. લાલ રંગ ની હથેળી ધરાવતા વ્યક્તિઓ ખૂબ જલ્દી ગુસ્સે થઈ જાય છે. પરંતુ તે પોતાના જીવનમાં અઢળક ધન પ્રાપ્ત કરી શકે છે.