જો કોઇ છોકરી કોઈ છોકરાને પ્રેમ કરે છે તો તે પોતાના સંબંધને લઈને ખૂબ જ સિરિયસ હોય છે અને તે પોતાના પાર્ટનરથી લગ્ન કરવાનો નિર્ણય કરી રહી છે. તો લગ્ન કર્યા પહેલા પોતાના પાર્ટનરની રાશિ પર જરૂરથી ધ્યાન આપવું જોઈએ. કેમકે જો તમારા પાર્ટનરની રાશિ ખબર હશે તો તમે તેના વિશે જાણકારી મેળવી શકશો. તો જ્યોતિષશાસ્ત્રના અનુસાર જો જોવામાં આવે તો આ પાંચ રાશિ એવી છે કે જે છોકરાઓ ખૂબ જ વધુ રોમેન્ટિક હોય છે. જો તમે પણ ઈચ્છતા હોય કે તમારો પાર્ટનર તમને પૂરી જિંદગી પ્રેમ કરે તો તમે આ પાંચ રાશિ વાળા છોકરા માંથી કોઇ એક ને પોતાનો જીવનસાથી બનાવવો.
વૃષભ: વૃષભ રાશિવાળા છોકરાઓ વિશ્વાસુ અને ખૂબ જ દેખભાળ રાખે છે તે પોતાની પત્ની અને બાળકોની જરૂરિયાતોને પૂરી કરે છે. આ રાશિવાળા છોકરાઓ ક્યારે દગો નથી આપતા અને નિરાશ પણ નથી કરતા. જ્યાં સુધી આ છોકરાઓને છંછેડવામાં ના આવે ત્યાં સુધી તે શાંત રહે છે. આ રાશિવાળા છોકરાઓ પર કાબૂ કરવો પણ સરળ હોય છે જે છોકરીને આવો પાર્ટનર મળી જાય તેની જિંદગી સરળતાથી ખુશહાલ થઈ જાય છે.
સિંહ: જે પુરુષોની સિંહ રાશિ હોય છે તે સૌથી સારા પતિ સાબિત થાય છે. આ રાશિ વાળા પુરુષો ખૂબસૂરત મહિલા ઉપર જલ્દી આકર્ષિત થાય છે પરંતુ આ રાશિ વાળા પુરુષો એક પિતા ની જેમ પોતાની પત્નીની દેખભાળ કરે છે. જે મહિલાઓના પતિ સિંહ રાશી વાળા હોય છે તેમને પોતાના પતિની પ્રશંસા કરતા રહેવું જોઈએ. કેમકે આ રાશિ વાળા પુરુષોને પોતાની પ્રશંસા સાંભળવું ખૂબ જ સારું લાગે છે અને પ્રેમ ની વાત માં રાશિ વાળા પુરુષો સૌથી વધારે આગળ હોય છે.
તુલા: તુલા રાશિ વાળા પુરુષો ખૂબ જ રોમેન્ટિક સ્વભાવના હોય છે અને લગ્નના વર્ષો પછી પણ તેમના સંબંધ સારા હોય છે. પ્રેમ જાળવી રાખવો તેમને ખૂબ જ સારી રીતે આવડે છે. તે પોતાની પત્નીને ગુલાબ આપીને ખુશ કરે છે અને ક્યારેક સરપ્રાઈઝ પણ કરે છે. આ રાશિ વાળા પુરુષો પોતાના સંબંધને લઇને ઈમાનદાર હોય છે. તેથી દરેક છોકરીની પસંદ આ રાશિવાળા છોકરા હોય છે.
ધન: ધન રાશિ વાળા પુરુષ એક સારા પતિ સાબિત થાય છે અને તે ખૂબ જ રોમેન્ટિક હોય છે. તે શાનદાર પ્રેમી અને સંભાળ રાખવા વાળા પિતા પણ હોય છે. પરંતુ ધન રાશિવાળા પુરુષો વિશે એ પણ કહેવામાં આવે છે કે તે સંબંધમાં ખૂબ જ જલદી થાકી જાય છે અને એક નવા સાથેની શોધમાં લાગેલા રહે છે. તેથી પત્નીને હંમેશા એ પ્રયત્ન કરવા જોઈએ કે તેમના સંબંધમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ના આવે અને પોતાના પતિને હંમેશા ખુશ રાખવા પ્રયત્ન કરે.
મકર: મકર રાશિવાળા પુરુષોને ડેટ કરવા વાળી છોકરીઓ ખુબ જ નસીબદાર હોય છે. આ રાશિવાળા છોકરાઓની સાથે સમય પસાર કરવો સૌભાગ્યથી ઓછું નથી. આ રાશિવાળા પુરુષ સ્માર્ટ અને હેન્ડસમ અને ચાર્મિંગ હોય છે. સૌથી મોટી વાત એ છે કે આ રાશિવાળા પુરુષ વૃદ્ધ થઈ જવા પર પણ પોતાની પર્સનાલિટી જાળવી રાખે છે. પરંતુ તેમની સૌથી મોટી ખામી એ છે કે તે જલ્દી વિવાહ બંધનમાં નથી બંધાતા.