આદિ શંકરાચાર્ય ના જન્મ વિશે ફેલાયેલો ભ્રમ, જાણો સત્ય હકીકત

આદિ ગુરુ શંકરાચાર્ય નો જન્મ ક્યારે થયો હતો? આ સંબંધ માં ભ્રમ ફેલાયેલો છે.ઈતિહાસકારક માને છે કે એનો જન્મ 7 મી સદી ના ઉત્તરાર્ધ માં થયો હતો. આવો જાણીએ કે આખરે સત્ય હકીકત શું છે.

આદિ શંકરાચાર્ય નો જન્મ – મહર્ષિ દયાનંદ સરસ્વતીજી એ એમની પુસ્તક સત્યાર્થ પ્રકાશ માં લખ્યું છે કે આદિ શંકરાચાર્યજી નો કાળ લગભગ ૨૨૦૦ વર્ષ પહેલાનો છે. દયાનંદ સરસ્વતીજી ૧૩૭ વર્ષ પહેલા થયા હતા. આજ ના ઈતિહાસકારક કહે છે કે આદિ શંકરાચાર્ય નો જન્મ ઈ.સ.વી ૭૮૮ માં થયો અને એનું મૃત્યુ ઈ.સ.વી ૮૨૦ માં થયું હતું. મતલબ તે ૩૨ વર્ષ જીવ્યા.

અત્યારે હાલમાં ઈ.સ.વી ૨૦૧૯ વર્ષ ચાલી રહ્યું છે. વિક્રમ સંવત એનાથી ૫૭ વર્ષ પહેલા પ્રારંભ થયો હતો. વર્તમાન માં વિક્રમ સંવત ૨૦૭૬ ચાલી રહ્યો છે. આ સમયે કલી સંવત ૫૧૨૦ ચાલી રહ્યો છે. યુધીષ્ઠીર સંવત કળી સંવત થી ૩૮ વર્ષ પહેલા પ્રારંભ થયો હતો. મતલબ આ સમયે યુધીષ્ઠીર સંવત ૫૧૫૮ ચાલી રહ્યો છે.

આદિ શંકરાચાર્ય એ ચાર મઠો ની સ્થાપના કરી હતી. ઉત્તર દિશા માં એમણે બદ્રિકાશ્રમ માં જ્યોર્તિમઠ ની સ્થાપના કરી હતી. આ સ્થાપના એમણે ૨૬૪૧ થી ૨૬૪૫ યુધિષ્ઠિર સંવત ની વચ્ચે ની હતી. એના પછી પશ્ચિમ દિશા માં દ્વારિકા માં શારદામઠ ની સ્થાપના કરી હતી. એની સ્થાપના ૨૬૪૮ યુધિષ્ઠિર સંવત માં કરી હતી. એના પછી એમણે પૂર્વ દિશા માં જગન્નાથ પૂરી માં ૨૬૫૫ યુધિષ્ઠિર સંવત માં ગોવર્ધન મઠ ની સ્થાપના કરી હતી. તમે આ મઠો માં જશો તો ત્યાં એની સ્થાપના વિશે લખેલું જાણી લેશો.

મઠો માં આદિ શંકરાચાર્ય થી અત્યાર સુધી ના જેટલા પણ ગુરુ અને એના શિષ્ય થયા છે એની ગુરુ-શિષ્ય પરંપરા નો ઈતિહાસ સંવરક્ષિત છે. જે પણ ગુરુ અથવા ગુરુ ના શિષ્ય સમાધિ લેતા હતા એની તિથી ત્યાં ના ઈતિહાસ માં નોધાતી હતી. પછી જે ગુરુ શંકરાચાર્ય ની પદવી ગ્રહણ કરે અને સમાધિ લેતા હતા એની પણ તિથી વગેરે નોધાતી રહે છે. ઉપરની તિથિઓ ને શ્લોકો માં લખવાની પરંપરા રહી છે. જેને ગુરુ-શિષ્ય ની પરંપરા ની અનુસાર કંઠસ્થ કરવાનું પ્રચલન રહ્યું છે.શંકરાચાર્ય એ પશ્ચિમ દિશામાં ૨૬૪૮ માં જે શારદામઠ બનાવવામાં આવ્યો હતો એના ઈતિહાસ ની પુસ્તકો માં એક શ્લોક લખ્યો છે.

युधिष्ठिरशके 2631 वैशाखशुक्लापंचमी श्री मच्छशंकरावतार:।

तदुन 2663 कार्तिकशुक्लपूर्णिमायां….श्रीमच्छंशंकराभगवत्।

पूज्यपाद….निजदेहेनैव……निजधाम प्रविशन्निति।

અર્થાત ૨૬૩૧ યુધિષ્ઠિર સંવત માં આદિ શંકરાચાર્ય નો જન્મ થયો હતો. મતલબ આજે ૫૧૫૮ યુધિષ્ઠિર સંવત ચાલી રહ્યો છે. હવે જો ૨૬૩૧ માં થી ૫૧૫૮ ઘટીને એની જન્મ તિથી કાઢે છે તો ૨૫૨૭ વર્ષ પહેલા એનો જન્મ થયો હતો. એને જો આપણે અંગ્રેજી અથવા ઈસાઈ સંવત થી કાઢીએ છીએ તો ૨૫૨૭ માં થી આપણે ૨૦૧૯ ઓછા કરી દઈએ તો આદિ શંકરાચાર્ય નો જન્મ ઈ.સ.વી ૫૦૮ પહેલા થયો હતો. આ રીતે મૃત્યુ નું વર્ષ કાઢીએ તો ઈ.સ.વી ૪૭૪ ઈસા પહેલા એનું મૃત્યુ થયું હતું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer