કોરોનાની બીજી લહેરમાં કોવિડથી સાજા થયેલા દર્દીમાં પણ અનેક પ્રકારની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે. તો પોસ્ટ કોવિડમાં કઇ -કઇ સમસ્યાનો દર્દી સામનો કરી રહ્યાં છે જાણીએ…
કોરોના વાયરસનું સંક્રમણ જાણે કાળ બનીને આવ્યું હોય તેમ અત્યારસુધી અનેક લોકોને ભરખી ગયું છે અને કોરોના સંક્રમિત દર્દીઓમાં રિકવરી બાદ પણ નવી નવી બીમારીઓ જોવા મળી રહી છે જેમાં મ્યુકોરમાઇસિસ તેમજ હવે તો બ્રેન ક્લોટિંગ પણ જોવા મળી રહ્યા હોવાના મામલા સામે આવી રહ્યા છે. તેના સંદર્ભે નિષ્ણાતોએ કેટલાક લક્ષણોથી સાવચેત રહેવાનું સૂચન કર્યું છે.
ગુજરાતમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. તે ઉપરાંત હાલમાં મોટી સંખ્યામાં કોરોના દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે. કોરોના બાદ પણ અમુક લોકોને ખાસ પ્રકારની તકલીફો થતી રહે છે.
કોરોનાના વધતાં જતાં કેસની વચ્ચે હાઇ રિકવરી રેટે લોકોને રાહત આપી છે. જો કે ઘણા બધા કેસોમાં રિકવરી બાદ પણ અમુક લક્ષણો દર્દીમાં જોવા મળી શકે છે . જે અન્ય કોઈ બીમારીને આમંત્રણ આપે છે.
કોરોનાથી રિકવર થયેલા ગયેલા દર્દીમાં 1 અઠવાડિયાથી 1 મહિના સુધી અમુક પ્રકારના ચિન્હો મહેસૂસ થાય છે. જેમાં સતત ઉધરસ, નબળાઇ,માથામાં દુખાવો, બ્રેન ફ્રોગ જેવી સમસ્યા રહે છે. કેટલાક દર્દીમાં લોન્ગ ટર્મ કોમ્પિલિકેશન બોડીના ખરાબ ફંકશનના કારણે થઇ શકે છે. તે આપણા ચયાપચય , ચેતાતંત્ર પર વિપરીત અસર કરે છે.
કોરોના એ ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જે વ્યક્તિઓને પહેલાથી જ ડાયાબિટીસ છે તેના શરીરના મુખ્ય અંગો ને કોરોના ખરાબ અસર પહોંચાડી શકે છે. અને તે શરીરમાં ઈન્સ્યુલિનના વહનમાં અવરોધ ઊભા કરે છે. આ માટે જ જે વ્યક્તિઓને ડાયાબિટીસ હોય એણે નિયમિત સમય અંતરે પોતાના શરીરના સુગર લેવલ ચેક કરતા રહેવું જોઈએ જેથી જો તેમાં કોઈપણ ફેરફાર હોય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
જો તમને ડાયાબિટીસ છે અને તમે કોરોનામાંથી રિકવર થઈ ગયા છો અને તમને આંખથી ઝાંખું દેખાય છે, ભૂખ ન લાગતી હોય, તરસ ના લાગતી હોય અને કોઈ પણ જગ્યાએ ઘા રૂજવામાં સમય લાગતો હોય તો તમારે આ બાબતોની અવગણના ન કરવી જોઈએ
કોવિડથી રિકવર થયા બાદ કિડની સાથે જોડાયેલી સમસ્યા :
- જો કોવિડ બાદ આપના પગના પંજામાં સોજો આવી જતો હોય તો
-અચાનક વજન વધી જવું,
-ખરાબ ડાઇજેશન - ભૂખ ન લાગવી
- કિડની સંબંધિત બીમારીના સંકેત આપે છે.
કોવિડ રિકવરી બાદ હૃદયરોગ સંબંધિત લક્ષણો :
- છાતીમાં બળતરા,
- છાતીમાં ભીંસ,
- બેચેની ,
- ખૂબ પરસેવો
જો તમને પણ આવા લક્ષણોની જાણ થાય તો સમય બગાડ્યા વગર તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો.