ધનરાશિમાં રચાઈ રહ્યો છે ચતુગ્રહી યોગ, જાણો કેવી રહેશે તેની અસર

વૈદિક જ્યોતિષમાં ચતુગ્રહી યોગ શુભ, અશુભ બંને પ્રકારના હોય છે. આ શુભ અશુભ ગ્રહોની સંખ્યાના આધારે નક્કી થાય છે. ધનુ રાશિમાં ચાર ગ્રહ એક સાથે એકઠા થઈ રહ્યા છે. આનાથી ચતુગ્રહી યોગ રચાઈ રહ્યો છે. શનિ, કેતુ અને બૃહસ્પતિ પહેલા જ ધનુ રાશિમાં છે. 21 નવેમ્બરે આ રાશિમાં શુક્ર પ્રવેશ કરશે અને ચતુગ્રહી યોગ રચાશે. ધનુ રાશિમાં શનિ-કેતુ જ્યાં ક્રુર ગ્રહ છે તો બૃહસ્પતિ અને શુક્ર શુભ પ્રભાવ આપનાર ગ્રહ છે.

આ રીતે જોઈએ તો બંને પ્રકૃતિના ગ્રહોની સંખ્યા સરખી છે. આથી આ યુતિથી શુભ અને અશુભ બંને પ્રકારનું ફળ જોવા મળશે. આ યોગ આગામી 15 ડિસેમ્બર સુધી રહેશે. શુક્રનું મકર રાશિમાં જવાથી આ ચતુગ્રહી યોગ સમાપ્ત થશે. ચતુગ્રહી યોગના પ્રભાવથી જ્યાં લોકોમાં વૈચારિક મતભેદ ઉભા થશે, પ્રાકૃત્તિક મુશ્કેલીઓ પણ આવી ટકરાશે, કેટલાક વિસ્તારમાં વરસાદ, તોફાનની આશંકા છે. ઉત્તર ભારતમાં ભીષણ ઠંડી અને વાયુ પ્રદુષણનો પ્રકોપ વધશે. તો શુક્રના કારણે સોનું, ડાયમન્ડ વેપારમાં વૃદ્ધિ થશે. આર્થિક સ્થિતિ સુધરશે. શનિના પ્રભાવથી લોકો ન્યાય તરફ વિશ્વાસ ધરાવતા થશે.

ચતુગ્રહી યોગના કારણે 25 દિવસ સુધી કેટલીક રાશિઓના જાતકો ભારે માનસિક, આર્થિક અને પારિવારિક સંકટોનો સામનો કરશે. આ તમામ સંકટોથી બચવા માટે તમામ રાશિના જાતકોએ શિવ અને શનિની આરાધના કરવી જોઈએ. પ્રત્યેક સોમવારે શિવલિંગ પર અભિષેક અને પંચામૃત ધરાવવું જોઈએ. શનિવારે ગરીબોને ભોજન કરાવવાથી લાભ મળશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer