જાણો પુરા વિશ્વ ને ચિંતા માં મૂકી દેનાર ચીન નું બેકાબુ થયેલ મહાકાય રોકેટ ક્યાં ક્રેશ થયું!

ચીન દ્વારા માર્ચ 5B નામના રોકેટને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું હતું જે આજે વહેલી સવારે ક્રેશ થઈ ગયું છે. નિષ્ણાતોનું માનવું છે કે, આ રોકેટ માલદિવ્સના દરિયા નજીક ક્રેશ થયું છે. ચીને અંતરિક્ષમાં પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવા માટે અત્યાર સુધીના પોતાના સૌથી ભારે રોકેટને 28 એપ્રિલના રોજ તિયાનહે સ્પેસ સ્ટેશનથી લોન્ચ કર્યું હતું.

આ રોકેટ પર કેટલીક ખામી સર્જાતા એને સંચાલિત કરનારી ટીમે આના પર પોતાનું નિયંત્રણ ગુમાવી દીધું હતું. હવે આવી પરિસ્થિતિમાં માર્ચ 5બી રોકેટ પૃથ્વી તરફ પૂર ઝડપે આવી રહ્યું હતું અને પૃથ્વીની કોઈપણ જગ્યા પર ક્રેશ થવાની શક્યતા હતી.

આ રોકેટ 19,050 કિલો વજનનું છે :- આ રોકેટનો મુખ્ય હિસ્સો છે, જેને કોર કહેવામાં આવે છે. આનું વજન લગભગ 21 ટન એટલે કે 19 હજાર 50 કિલો જેટલું છે અને લંબાઈ 100 ફૂટથી વધુ છે. આ બેકાબૂ રોકેટ શનિવારે 8 મેના રોજ પૃથ્વીના વાતારણમાં પ્રવેશ કરી શકે છે.

અમેરિકાની સ્પેસ એજન્સી નાસા અને યૂરોપની સ્પેસ એજન્સી સહિત અન્ય દેશની સંસ્થાઓ પણ પોતાની રડાર સિસ્ટમથી આના પર સતત નજર રાખી રહ્યું છે. જ્યારે પણ આ રોકેટ પૃથ્વીમાં પ્રવેશ કરશે ત્યારે એ જે પણ દેશમાં ક્રેશ થવાનું હશે એની પહેલા જ આ સ્પેસ એજન્સીઓ ત્યાંના સ્થાનિક પ્રશાસનને આની સૂચના આપી દેશે.

ગત વર્ષે પણ એક રોકેટ ક્રેશ થયું હતું :- આ બેકાબૂ રોકેટ એટલું ઝડપથી પૃથ્વી તરફ આવી રહ્યું છે કે તે કયા ક્ષેત્રમાં અને ક્યારે ક્રેશ થશે? એ જાણવું પણ ઘણું મુશ્કેલ બની ગયું છે. આમ તો પૃથ્વીના વાતાવરણમાં આવતા જ આ રોકેટ મોટા ભાગે બળી જશે.

પરંતુ જે પણ ભાગ બચ્યો હશે એ જો કોઈપણ દેશની જનસંખ્યાવાળા પ્રદેશમાં ક્રેશ થયો તો ભારે વિનાશ સર્જી શકે છે. ગત વર્ષે ચીનનું એક રોકેટ પશ્ચિમ આફ્રિકા અને એટલાન્ટિક મહાસાગરમાં ક્રેશ થયું હતું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer